________________
સુખ
સાધકને આસડની જરૂર ન પડે–
कालं क्षेत्र मात्रां सात्म्यं द्रव्यगुरुलाघवं स्वबलम् । ज्ञात्वा येोऽभ्यवहार्य भुंक्ते किं भेषजैस्तस्य १ ॥ १३७ ॥
અ—જે માણસ વખત, ક્ષેત્ર, પેાતાના ખારાકનું માપ, પેતાને અનુકૂળ વસ્તુ હાય તે, વસ્તુ ભારે કે હળવી છે તે જોઈને તથા તે પચાવવાનું પેાતાનું ખળ કેટલું છે.તે વિચારીને આહાર લે છે તેને દવાની શી જરૂર પડે? (૧૩૭)
૩૪૫
વિવેચન—યાદ રાખવું કે આ સુખ કયાં છે અને શેમાં છે અને કોને મળે તેનું પ્રકરણ ચાલે છે. આ લેાકમાં શું ખાવું જોઈએ એના નિયમ આપ્યા છે અને એ નિયમને જે ખરાખર પાળે તેને એસડ લેવાની જરૂર કેમ રહે એવા પ્રશ્ન કરે છે. ધ્યાનમાં રહે કે આ શ્લોકમાં ઔષધ લેવાની મના નથી કરવામાં આવતી, પણ આ નિયમને અનુસરવાથી ઔષધની જરૂર જ રહેતી નથી એમ કહે છે. એટલે ખાવાપીવાની વસ્તુ સુખમાં મૂકતી વખતે કઈ ખાખતે લક્ષમાં રાખવી કે જેથી એસડની જરૂર જ ન પડે એ આ લેાકમાં કહેલી છે. તે ખાખતા પર ધ્યાન આપવું જોઈએ. સાધકની ફરજ છે કે તેણે એસડની જરૂર જ ન પડે તે રીતે રહેવું જોઇએ અને તે માટે કેટલાક એના નિયમે બતાવ્યા છે. ઔષધ લેવાની જરૂર ન પડે માટે સાધકે તે નિયમાને અનુસરવું ઘટે.
કાલ—ભોજન લેતી વખતે સાધકે, દવાની જરૂર ન પડે તે માટે પ્રથમ તે અત્યારે કઈ ઋતુ વતે છે તે લક્ષમાં લેવું. એટલે જો ઉનાળો હોય તો તે વખતે વધારે જળ લેવું અને અન્ન એછું લેવું અને ચામાસું હોય તે પાંચ ભાગનું ખાવું અને છઠ્ઠો ભાગ પેઢ ખાલી રાખવું. શિયાળામાં જઠરાગ્નિ તેજ હોય છે, ઉનાળામાં મંદ હાય છે, તે વિચારી અત્યારે ભાજન સમયે જે ઋતુ વતતી હાય તે અનુસાર ખાવું કે પીવું. પેટ છે એટલા માટે એને ઠાંસીને ભરવું નહિ, પણ વખત જોવા અને જે વખતે જે ઋતુ વતી હાય તે ધ્યાનમાં રાખીને આહારનિહાર કરવા અને આખા દિવસ ખા ખા ન કરવું. દુકાળ હાય તા તે વખતે અન્ન આછું લેવું. દુકાળમાં પેતે વધારો ન કરવા. આ સર્વ રીતે કાળ કેવા વતે છે તે વિચારીને ભાજન લેવાની સાધકની જ છે.
Jain Education International
ક્ષેત્ર—આ ઉપરાંત પોતે કયા ક્ષેત્રમાં છે તે વિચારવું. જોધપુર કે કાઢિયાવાડ જેવા લૂખા પ્રદેશમાં ભેજન વધારે લેવું. કાશ્મીર જેવા પ્રદેશ હોય તે ત્યાં તે પ્રદેશને અનુરૂપ ખારાક લેવે. કેવા પ્રદેશમાં જવું કે રહેવું તેને સવાલ નથી, પણુ ગમે તે પ્રદેશમાં પેાતે ગયેલ હાય તેમાં સાધકે તે ક્ષેત્રને લક્ષમાં લઈ ખારાક લેવા. ગોહિલવાડ કે ઝાલાવાડને જે નિયમ લાગે તે મુંબઈના પ્રદેશ માટે નકામા છે. એટલે, ક્ષેત્ર જોવાના ખીજ નિયમ સાધક માટે સૂચવ્યા.
પ્ર. ૪૪
For Private & Personal Use Only
www.jainelibrary.org