________________
પ્રશમતિ વિવેચન સહિત
કોને એટલા ઉશ્કેરવા નહિ કે લાકો સામા પડી જાય અને બને તેટલું ઉપકારનું કામ કરતા હોય તે પણ ઉશ્કેરાઈ જઈ કરતા અટકી જાય. આ સ` મનુષ્ય જાતિના માનસના અભ્યાસનુ પરિણામ છે. કયું કામ માણસને પરોપકાર કરવામાં ભંગ પાડશે તે પ્રથમથી જાણી લેવું અને જાણીને તેવું કામ ન કરવું, એ મનુષ્યદોષને અભ્યાસ બતાવે છે. તેવુ કામ ન કરવાને અને તેને ત્યાગ કરવાનું અત્ર ક્રમાન છે.
૩૩.
પ્રયત્નેન—સમજણપૂર્વક, પ્રયાસપૂર્વક. કારણ
કયું કામ, કેવું કામ આવી રીતે માણસને ક્રોધવાન કરી સારાં કામમાંથી અટકાવે તે પહેલેથી કલ્પવુ, જાણવુ. તે પ્રયાસસિદ્ધ કામ છે, છતાં એવું કામ કલ્પીને ન કરવાની આજ્ઞા સાધુ માટે સ્પષ્ટ છે. એટલે આ જાતના અનુભવ અને અભ્યાસ થવા જોઇએ અને તે ધીમે ધીમે જ આવે, પણ તે જરૂરી છે, અને માનસસ્વભાવના અભ્યાસથી પ્રાપ્ય છે. એ જેમ પ્રયત્ન દ્વારા જલ્દી આવે તેમ સારું. પણ આ ફરમાન અપવાદ વગરનું છે અને સાધક પુરુષે ત્યાગવા યાગ્ય વાત મા લૈાકમાં કહેવામાં આવી છે. (૧૩૩)
પિડેષણામાં કહેલ વિધિ કરવાના લાભ—
पिण्डेषणानिरुक्तः कल्पयाकल्प्यस्य यो विधिः सूत्रे ।
ग्रहणोपभोगनियतस्य तेन नैवामयभयं स्यात् ॥ १३४ ॥
અં—પિ તૈષણાં અધ્યયનમાં જે વિધિ બતાવવામાં આવ્યા છે અને સૂત્રસિદ્ધાંતમાં ખપે તેવું અને ન ખપે તેવું જે બતાવવામાં આવેલ છે તેમાં ગ્રહણયેાગ્યને ગ્રહણુ કરવાથી અને ખાવાથી-ઉપલેાગ કરવાથી-પ્રાણીને કોઈ પણ પ્રકારને વ્યાધિ થતા નથી, તે તદ્દન નીરાગી થઈ જાય છે. (૧૩૪)
વિવરણુ પિષણા—આચારાંગસૂત્રના બીજા શ્રુતસ્ક'ધના પહેલા અધ્યયનમાં જે વસ્તુ સાધુને ખપે તેવી અને ન ખપે તેવી વિગતવાર ઉપર બતાવવામાં આવી છે તે પિંષણાનું અત્ર નિરૂપણ છે. અથવા પિંડૈષણાના જે બેતાળીસ દોષો પિ તૈષણામાં બતાવવામાં આવ્યા છે, જેની વિગતા ઉપમિતિભવપ્રપ’ચાના ભાષાંતર વિભાગ ૧લાના પરિશિષ્ટમાં બતાવવામાં આવી છે, તે અનુસારે સાધકપુરુષ બેતાળીસ.દેષ રહિત આહાર લે. કમ્પ્ય—સાધકને ખપે તેવી વસ્તુ. ખેતાળીસ પ્રકારના દોષરહિત ચીજો હાય તે સાધુને ગ્રાહ્ય છે. અકલ્પ્ય એટલે ખપે નહિ તેવી ખીજી ચીજો પણ વર્ણવવામાં આવી છે, જેમાં લેનાર, દેનાર તથા વસ્તુને અનુલક્ષી બેતાળીસ દોષ હોય તે વસ્તુ અકલ્પ્ય. આ કલ્પ્ય અને અકલ્પ્યનું વિવેચન તે સૂત્રના ખીજા મહાશ્રુતસ્કંધની પ્રથમ ચૂલિકાના પ્રથમ અધ્યયનમાં છે; ત્યાં જે વિધિ બતાવવામાં આવ્યું છે તે વિધિ અનુસાર કલ્પ્ય આહારને લેવાથી અને અકલ્પ્ય વસ્તુને ત્યાગ કરવાથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org