SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશમરતિવિવેચન સહિત આ સર્વ વાતેના વિચાર કરી વૃત્તિ પર બને તેટલે સંયમ રાખવા, શ્રાવકે તે વાતને આદર્શ સ્થાને રાખવી અને એ રીતે ધીમા ક્રમે સંસારના અંત લાવવાની ભાવના રાખવી. આ મૂળ માગ છે અને મહાપુરુષે બતાવ્યા છે, તે કરવામાં આકરો લાગે તે પણ અંતે કરવા ચૈાગ્ય છે અને તે જ એકલે માગે સંસારના પાર પમાય તેમ છે. તેથી કાંઈ નહિ તે દ્રવ્યસંયમ અને ત્યાગ કરી દેવા. દ્રવ્ય તે પણ ભાવનિમિત્ત છે એ વચનથી, ભાવસાધુત્વ અંતે આવશે એવા આશયથી, દ્રવ્યસાધુત્વને વેશ તે જરૂર લેવા અને શ્રાવકે તે માટે આદર્શ રાખવા અને તે માગે જ આ સંસારના અંત છે તે નિવિવાદપણે સ્વીકારવું. ૩૧૬ આ આચાર પ્રકરણમાં આચારાંગસૂત્રને સંક્ષિપ્ત સાર અભ્યાસ કરીને શ્રાવકની હદમાં રહીને જ આપવામાં આવ્યું છે, પણ લખનાર કેવા મહાત્યાગી હતા તે નજરમાં રાખી તે ઉપકારી પુરુષાએ બતાવેલા માર્ગે ચાલવા પ્રયત્ન કરવા અને એ પણુ ન બને તા તેની ભાવના તે રાખવી જ, કારણ કે સંસારના છેડાના એ એક જ માર્ગો છે. ગ્રંથકારે આચારની આટલી વાત પણ ઉપકારની નજરે કરી છે અને તેમની નજરે પ તે સંસારના છેડાને એક જ માર્ગ છે એમ લાગ્યું હશે, તેને ઉપયેગ છે એમ આ શ્લોક (૧૧૨–૧૨૦) દ્વારા સ્પષ્ટપણે બતાવી આપ્યું છે. Jain Education International For Private & Personal Use Only 'www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy