________________
આચાર અમલ કરવાથી જ આવે અને તે માટેની રીતે એક પછી એક બતાવવામાં આવી છે. એટલે સાધુએ એને અમલ કરે અને શ્રાવકે તે આદર્શ શખવે. બાકી અમલ કર્યા વગર સિદ્ધિ થતી નથી. આ જીવે મેરુપર્વત જેટલે ઢગલે થાય એટલા ઘા મુહપત્તિ કર્યા, પણ ચારિત્રને સદુવૃત્તિપૂર્વક પાળ્યું નહિ, માત્ર દ્રવ્યસાધુ થયે, તે તેને ખરેખરે લાભ થયે નહિ. આ મેરુપર્વત જેવડે ઢગલે થાય તેટલા ઘા મુહપત્તિની વાત ખૂબ વિચારવા જેવી છે. માત્ર દ્રવ્યસાધુત્વથી કાંઈ વળે નહિ, એમાં રાગદ્વેષ ઉપર વિજય ન થાય, અને આપણે ઉદ્દેશ તે રાગદ્વેષ પર વિજય મેળવવાને છે. કહ્યું છે કે “મુંડ મુંડાવત સબહી, ગડરી, હરિણ, રેઝ વનુધામ.” એટલે ગાડ (ઘેટાંઓ) માથાં દર વરસે બે વાર મુંડાવે છે અને હરણે વનવાસ સ્વીકારે છે, પણ એમની વૃત્તિ એને અનુસરે ફરેલી ન હોવાથી તે માત્ર દ્રવ્યસાધુત્વ જ પાળે છે, તેથી તેમને જે લાભ થવો જોઈએ તે થતું નથી. તેથી બાહ્ય ત્યાગ ઉપરાંત સંયમ તે રાખવો જ જોઈએ, એ આચાર પ્રકરગ્સના અધ્યયનને સારે છે.
બાકી “આચારની ગોઠવણ જ એવા પ્રકારની કરવામાં આવી છે કે તે પ્રમાણે કામ લઈ અમલ કરવામાં આવે તે સ્વાભાવિક રીતે વૃત્તિ પર વિજય તે થઈ જાય અને પરિણામે રાગદ્વેષ જીતાઈ જાય. એટલે ભવસંસાને પાર થઈ જાય અને અનંતકાળ માટે અજરામર સ્થાનની પ્રાપ્તિ જરૂર થઈ જાય. એટલે “આચાર” પાલનની ઉપગિતા
ઘણી છે.
એમ તે દ્રવ્યસાધુપણું પણ ઉપયોગી છે, કારણ કે તે ભાવસાધુત્વનું કારણ છે. તે હસી કાઢવા જેવું નથી, પણ દ્રવ્યસાધુત્વની સાથે ભાવસાધુત્વ હોય છે તેને ઉપયોગ ઘણે વધારે છે અને તે પ્રાણીને ઉદ્દેશ પાર પાડે છે. તેથી દ્રવ્યસાધુત્વના સ્વીકાર સાથે ભાવસાધુત્વની ભાવના રાખવી અને જૈન ધર્મને કે આચારસૂત્રને સાર અહિંસા, સંયમ અને તપ એ ત્રણ શબ્દમાં છે એ ધ્યાનમાં રાખવું. માત્ર દ્રવ્યસાધુત્વથી બહુ વળે તેમ, નથી, પણ તે ભાવસાધુત્વનું કારણ અને પુરેગામી હોઈ એ જરૂરી છે.
આ રીતે વહેવારુ અમલ કરાવનાર આ આચારનું પ્રકરણ ૧૧૨-૧૨૦ સુધીના નવ લકે પૂરું થાય છે. તે પ્રમાણે વિચારણા કરવી અને મન વધે તે તેને અમલ કરવો. એ પ્રમાણે અભ્યાસ કરતાં અને વારંવાર પુનરાવૃત્તિ કરતાં ભવને છેડે આવશે, સંસારને પાર પમાશે અને જે હેતુ માટે આ ચારિત્રને દ્રવ્યથી સ્વીકાર કર્યો છે તે પાર પડશે, એ અંતર્ગત ભાવ છે તે બરાબર લક્ષમાં રાખ. જે સંસારથી બીતા હોય તેમને સંસારને છેડે લાવવાને આ જ માગે છે, બાકી વિષયકષાયો કેવા અનિત્ય છે અને અંતે કેવા આપણને તજી જનાર છે તે વગેરે વાત આગેલા ત્રીજા પ્રકરણમાં બતાવવામાં આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org