________________
૩૨૦
પ્રશમતિ વિવેચન સહિત અંતે આ સંસારમાંથી મુક્તિ તે માગે જ થઈ શકે એવું લાગવાથી, સાધુ કેવા હોય તે આદર્શ અત્ર બતાવવા ખાતર, તેની જરૂરી મતલબ આ વિવેચનમાં સદર ગ્રંથનાં ભાષાંતમાંથી તારવી વાંચનારની સગવડ માટે રજૂ કરી છે. સાધુને આપણે ‘ધન્ય મુનિરાજ’ શા માટે કહીએ છીએ તેના આછે ખ્યાલ આપે તેવી હકીકત આચારાંગસૂત્રમાં જળવાઈ રહેલી છે. અને તે વાચકના હિત માટે અત્ર દાખલ કરી છે.
અષ્ટાદશપદસહસ્ર—અઢાર હજાર પદો, જે ઉપર એક આખું પ્રકરણ હુવે પછી અવવાનું છે તેને અત્ર ઉલ્લેખ કરી આ અઢાર હજાર સાધુના આચારની વાત અહીં ઢાંકીને આપણે રાખી મૂકશું. નહિ તે પુનરાવર્તન થઈ જાય. તે બિનજરૂરી છે. સાધુએ પાળવાના આચારના અઢાર હજાર ૧૮,૦૦૦ પદો છે. તે પર વિવેચન કરવાની અત્ર જરૂર નથી. (જુએ આ અઢાર હજાર શીલાંગેાના વિવેચન માટે ગાથા ૧૪૫ મી.)
અનુપાહ્યમાને— —આ અઢાર હજાર શીલાંગેાને સમ્યગ્ રીતે પાળવાથી તે શું કરે છે તે આ જ ગાથામાં કહે છે, પણ તે દેખાવ કે ઢાંગ માત્ર નઠુિં, પણુ સારી રીતે અંતઃકરણથી પાળવામાં આવે તે તે શું કરે છે તે જણાવે છે.
રાગાદીન મલતા હંતિ-રાગદ્વેષ વગેરેને મૂળમાંથી હણી નાખે છે, કાપી નાખે છે, દૂર કરે છે. આ પુસ્તક લખવાના ઉદ્દેશ પણ રાગદ્વેષને શત્રુ તરીકે ઓળખાવવાને અને તેમને દૂર રાખવાના છે. તે આ ગ્રંથ તૈયાર કરવાના મુખ્ય હેતુ છે. તેને પાર પાડનાર હાઈ, આ અત્ર બતાવેલા આચારને અથવા અઢાર હજાર શીલાંગાને સમજવા જરૂરી છે.
આચારના માત્ર અભ્યાસ પૂરતે નથી, પણ તેમાં જે જે વાત જણાવવામાં આવી છે તે અંતઃકરણથી પળાય તે તે રાગદ્વેષને દૂર કરે છે અને આ ગ્રંથના મુખ્ય ઉદ્દેશ પાર પાડે છે. તેટલા માટે આચારાંગસૂત્રમાં બતાવેલ આચારને તથા અઢાર હજાર શીલાગાને જેમ બતાવ્યા છે તેમ સમ્યગ્ રીતે આદરવા, અને તમારે જો રાગદ્વેષ કરવાં હાય તે તે પછી તમે જાણેા, પણ એનાથી મુક્તિ મેળવવી હેાય તે અત્ર બતાવેલી અને અઢાર હજાર શીલાંગાની હવે પછી બતાવવામાં આવેલી વાતના સ્વીકાર કરી અત્ર બતાવેલ આચારને પાળવા, અમલમાં મૂકવા, જીવી લેવા અને તે રીતે રાગદ્વેષને જીતવા. આપણે બાવનમા તેમ જ ઓગણસાઠમા Àાકમાં જોઈ ગયા છીએ કે રાગદ્વેષ એ સંસારનાં મૂળિયાં છે અને તેમનાં પર વિજય મેળવવે એ આપણી ફરજ છે. આ ભવમાં આપણે કદાચ રાગદ્વેષને ત્યાગ ના કરી શકીએ તે પણ એને આદશ રાખવા યાગ્ય છે. (૧૧૮)
આચારાંગમાં બતાવેલ આચારને અનુસરવાનું ફળ
• आचाराध्ययनेोक्तार्थभावनाचरणगुप्तहृदयस्य ।
न तदस्ति कालविवर यत्र क्वचनाभिभवनं स्यात् ॥ ११९॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org