SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮, આચારે (૪) તે સ્થાવર અથવા જંગમને ઈજા કરતું નથી, કોઈને મારતે નથી, પણ તેમના તરફથી પિતાને કરવામાં આવતી પીડાઓ તે સહન કરી જાય છે. (૫) બળતી જોત જેમ વધારે વધારે બળતી જાય છે તેમ તેની તપસ્યા પણ વધતી જાય છે, તેની બુદ્ધિશક્તિ વધતી જાય છે અને તેને માનમરતબો વધતા જાય છે (૬) ઉપરના મોટા પચ્ચખાણને જિનેશ્વર દેવે શાંતિના સ્થાનરૂપ અને ત્રણ જગતને ઝળહળાયમાન કરનાર પ્રકાશરૂપ કહ્યાં છે. () સંગીઓથી (સંસારીઓથી) નિલેપ રહીને સાધુ ભિક્ષુકનું જીવન વહન કરે છે. એ સ્ત્રીઓ સાથે આકર્ષણમાં પડતું નથી. આ દુનિયાની કે પલેકની કઈ વાંછા તે કરતે નથી. કામોમાં તે પડતું નથી. (૮) સર્વ સંગથી મુક્ત સાધુને અગાઉને કર્મ સંચય તદ્દન નાશ પામી જાય છે અગ્નિ જેમ ચાંદીને શુદ્ધ કરે છે તેમ તે શુદ્ધ થતું જાય છે. (૯) તે સમજણપૂર્વક રહે છે, વાંછારહિત થઈને રહે છે અને વિષયભેગથી રહિત થઈ રહે છે. જેમ સર્ષ કાંચળીને ફેંકી દે છે તેમ સાધક દુઃખથી મુક્ત થઈ જાય છે. (૧૦) જેમ મેટો દરિયે હાથથી કરી શકો મુશ્કેલ છે, તેમ સંસારને પણ તરો મુશ્કેલ છે એમ વિદ્વાન માણસે જાણવું જોઈએ. આ સાધુપુરુષ દુઃખને કે કર્મોને અંત કરનાર કહેવાય છે. અહીં બીજા શ્રુતસ્કંધનું સોળમું અધ્યયન પૂરું થાય છે. એને ઉદ્દેશક એક જ છે. એની સાથે સાથે ચોથી ચૂલિકા પણ પૂરી થાય છે. અને આચારાંગસૂત્ર અત્યારે જે પ્રાપ્ત થાય છે તે પણ પૂરું થાય છે. આ સાધુને આચાર દઢતાને માટે અહીં સૂચવવામાં આવ્યું છે. (૧૧૭). * આચારાંગસૂત્રને સુચવવાનું કારણું साध्वाचारः खल्वयमष्टादशपदसहस्रपरिपठितः । सम्यगनुपाल्यमानो रागादीन् मूलतो हन्ति ॥११८॥ અર્થ–સાધુને આચાર જે અઢાર હજાર પદમાં કહે છે તેને સારી રીતે અનુસરવામાં આવ્યા હોય તે તે રાગ વગેરેને પાયાથી દૂર કરી દે છે. (૧૧૮) વિવરણ સાધ્વાચાર–આચારાંગસૂત્રમાં બતાવેલે સૂચવેલે સાધુ અને સાધ્વીને આચાર.આ આચારને અહીં વર્ણવવામાં અથવા સૂચવવામાં આવ્યું છે, તેને હેતુ અહીં કહી - દે છે. તે પણ ગ્રંથકર્તા આપણું તર્ક વિચારણા કે બુદ્ધિ પર છેડી ન દેતાં તેનું સૂચન શા માટે કરવામાં આવ્યું તે પણ જણાવી દે છે. આ આચારાંગસૂત્રને ઉલેખ ગ્રંથકર્તાએ શા માટે કર્યો છે અને મેં તેને સાર શા માટે રજૂ કર્યો છે, તેનું કારણે હવે જણાવ્યું છે. આમાં મુખ્યત્વે આચારાંગસૂત્રમાં સાધુને અને સાધ્વીને આચાર બતાવ્યું છે, પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy