________________
આચાર
૩૦૧ (૪) પગને તે અડતે હોય કે રંગતે હોય તે તેથી રાજી ન થવું અને તેને રેકે નહિ.
(૫) તે પગને ઘી કે તેલ લગાવતે હોય તે તેમાં રાજી ન થવું અને તેને રેકો નહિ.
(૬) તે લોધ્રના રંગથી અથવા ખાલી ભુકાથી અથવા રંગથી તેને ચોપડતું હોય તે તેના કાર્યથી રાજી ન થવું અને તેને અટકાવે નહિ,
(૭) બીજે માણસ પગ પર ગરમ કે ઠંડું પાણી રેડતે હોય તે તેમાં રાજી ન થવું અને તેને રોકવો નહિ.
(૮) કોઈ જાતને મલમ લગાડતે હોય તે તેથી રાજી ન થવું અને તેને ન અટકાવે.
(૯) કોઈ જાતના ધૂપથી તે (બીજે કઈ માણસ) પગને સુગંધ લગાવતે હોય અથવા તેને ધૂણીમાં નાખતું હોય તે તેથી રાજી ન થવું અને તેને તેમ કરતે ન અટકાવ.
(૧૦) તે પગમાંથી કાંટો કાઢતે હોય તે તેથી રાજી ન થવું અને તેને ન અટકાવે.
(૧૧) તે પગનું લેહી કે પરૂ કાઢતે હોય તે તેમાં રાજી ન થવું અને તેને ન અટકાવે.
(૧૨) કોઈ પર માણસ સાધુનું શરીર દાબતે કે લૂછતે હોય તે તેમાં સાધુએ રાજી ન થવું અને તેને તેમ કરતે ન અટકાવ.
(૧૩) તે (બહારને માણસ) શરીરે વાગેલા ઘાને લૂછતે હોય અથવા તેના પર ઠંડું કે ગરમ પાણી નાખતા હોય છે તેથી રાજી ન થવું અને તેને અટકાવે નહિ.
(૧૪) કેઈ તીક્ષણ હથિયારથી બહાર માણસ તે ઘામાંથી લેહી કે પરૂ કાઢો હોય, ખેંચી લેતે હોય તે તેમાં રાજી ન થવું, તેમ જ તેને અટકાવે નહિ.
. (૧૫) ભગંદર થયેલ હોય તેને કઈ પર માણસ વીધી નાખતે હેય અથવા થયેલ ગુમડાને તીક્ષ્ણ હથિયારથી કાપી તે વડે લેહી કે પરૂ તેમાંથી કાઢી લેતે હોય તે તેના તે કામથી રાજી ન થવું, અને તેને અટકાવે નહિ.
(૧૬) તે (બહારને માણસ) શરીર પરને પસીને કે કઈ જાતની અપવિત્રતા (શારીરિક) દૂર કરતે હોય તે તેમાં રાજી ન થવું અને તેને અટકાવવો નહિ.
(૧૭) કઈ પરાયે માણસ તેના આંખના ચીપડા કાઢતું હોય કે આંખને બીજે કોઈ કચરો કાઢતે હોય તે તેમાં રાજી ન થવું અને તેને અટકાવે નહિ.
(૧૮) કોઈ માણસ સાધકના વાળ લાંબા હોય તેને ઓળો હોય તે તેના તે કામથી રાજી ન થવું અને તેને અટકાવે નહિ.
(૧૯) તેમ જ સાધુની કાંખના વાળ કે ભ્રમરના વાળને બહુ લાંબા હોય તેને તે કાપતે કે એળતા હોય તે તેથી રાજી ન થવું અને તેને અટકાવવો નહિ.
(૨૦) અન્ય કોઈ માણસ સાધકના લાંબા વાળ દૂર કરતે હોય કે તેને સાફ કરતે હોય તે તે કામથી રાજી ન થવું અને તેને તેમ કરતા અટકાવે નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org