________________
આચાર
વીસમું અધ્યયન “શબ્દસપ્તકા શબ્દ–બીજા શ્રુતસ્કંધનું અગિયારમું અધ્યયન “શબ્દસપ્તિકા અથવા સદ્દસરિકાએ નામનું છે. તે પણ બીજી ચૂલિકાને વિભાગ છે. એટલે આ રીતે બીજી ચૂલા ચાલુ છે. એ આઠમા અધ્યયનથી શરૂ થયેલ છે. એનું નામ સપ્તસપ્તિકા ચૂલિકા છે. - (૧) જ્યાં મૃદંગ, નાંદી, ઢેલક કે ઝાલરને અવાજ સંભળાય તેવાં સ્થાને જવાને નિશ્ચય સાધકે ન કરે. અથવા ઢલકને અવાજ થવાનું હોય કે થતું હોય તેવા સ્થાને જવાને નિશ્ચય ન કરે.
(૨) જ્યાં વીણને અવાજ થતું હોય તેવાં સ્થાન પર સાધકે જવાને નિર્ણય ન કર. . (૩) તેમ જ જ્યાં વાળાને વાજિંત્રને અવાજ થતું હોય ત્યાં જવું નહિ.
(૪) તેમ જ જ્યાં જનાવરના ચામડાના બનાવેલ મરઘાને અવાજ થતું હોય ત્યાં
(૫) પવનનાં વાજિંત્રો વાગતાં હોય ત્યાં પણ ન જવું. (૬) અવાજ સાંભળવા માટે ખીણમાં, ખાઈમાં કે ભી તેની નજીક ન જવું.
(૭) ગામને પાદરે, ચરાણમાં કે પર્વત પર કે જગલમાં કે કિલામાં અવાજ સાંભળવા માટે સાધકે ન જવું.
(૮) શહેરમાં કે ગામડામાં કે બજારમાં અથવા રાજધાનીના શહેરમાં કે મઠમાં કે ઉતારામાં અવાજ સાંભળવા માટે ન જવું.
(૯) બગીચામાં કે જંગલમાં કે મંદિરમાં સૂર સાંભળવા માટે સાધકે ન જવું.
(૧૦) જ્યાં ત્રણ કે ચાર રસ્તા એકઠા થતા હોય ત્યાં અવાજ સાંભળવા માટે ન જવું તે જ પ્રમાણે ચાર રસ્તા મળનાર એકમાં પણ તે માટે ન જવું. - (૧૧) ભેંસના કે જનાવરના તબેલામાં, ઘડારમાં કે હાથીસ્થાનમાં અવાજ સાંભળવા માટે ન જવું.
(૧૨) જનાવરનાં કે ઘડાનાં અથવા હાથીનાં ટોળાં એકઠાં થતાં હોય ત્યાં અવાજ સાંભળવા માટે ન જવું.
(૧૩) વાર્તા કહેનાર કે કસરત કરનાર પાસે અવાજ સાંભળવા ન જવું. (૧૪) નાટક થતાં હોય ત્યાં અવાજ સાંભળવા ન જવું. (૧૫) સંગીતના જલસામાં અવાજ સાંભળવા માટે ન જવું.
(૧૬) કજીયે થતું હોય કે જ્યાં બળ ચાલતું હોય અથવા બે રાજ્ય વચ્ચે વાંધા પડેલા હોય ત્યાં અવાજ સાંભળવા માટે ન જવું.
(૧૭) જ્યાં સુંદર કપડાં પહેરીને છોકરીને બતાવવામાં આવતી હોય અને તેની પાસે અનેક માણસ હોય અને તેણે ઘરેણુગાંડાં પહેર્યા હોય ત્યાં અવાજ સાંભળવા ન જવું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org