________________
૨૭૦
પ્રશમરતિ વિવેચન સહિત (૪૭) હિંસક વૃત્તિવાળા અને અવિવેકી જનેથી, જે પાપી પ્રવૃત્તિ કરતા ડરતા નથી તેમનાથી, સાધક દૂર રહે.
(૪૮) મુનિ સાધકે જીવનના અંત સુધી સાધનામાર્ગમાં આવતાં સંકટોથી નહિ 'ડરતાં અચળ રહેવું.
(૪) મૃત્યુકાળે પણ જ્યાં સુધી આ શરીર જીવથી ભિન્ન ન થાય ત્યાં સુધી મૃત્યુને વરવાની હોંશપૂર્વક તૈયારી રાખવી. આ છઠ્ઠા ધૂતાધ્યયનના પાંચ ઉદ્દેશક છે.
સાતમું અધ્યયન “મહાપરિજ્ઞા” મહાપરિજ્ઞા નામનું સાતમું અધ્યયન છે. તે વિચ્છેદ ગયું છે. અધિકારીના હાથમાં જાય તેમાં ઘણે ગેરલાભ થવાનો સંભવ હેવાથી, વી. સં. ૯૮૦માં દેવદ્વિગણિ ક્ષમાશ્રમણે તે લખવું યોગ્ય ન ધાયું. એના સાત ઉદ્દેશક હતા. સેળ ઉદ્દેશક હતા એમ પણ સાંભળ્યું છે.
આઠમું અધ્યયન “વિમોક્ષ તવિધિ–આમું અધ્યયન વિમેક્ષ નામનું છે, તેની અંદરની હકીકત નીચે પ્રમાણે છે. વિમોક્ષ એટલે ત્યાગ. *
(૧) બીજા પંથના ચારિત્રહીન સાધકને અને જૈન ધર્મના ચારિત્રહીન ભિક્ષુઓને અશન, પાન, ખાદ્ય, સ્વાદ્ય, વસ્ત્ર, પાત્ર, કંબળ કે પાદપુચ્છન આપવાં નહિ, આપવા માટે આમંત્રણ કરવું નહિ.
| (૨) તેવા અસંયમી સાધુઓ ઊલટા આપવા પ્રયત્ન કરે અને વિજ્ઞપ્તિ કરી સાધુને દરરોજ આવવા નેતરે તે તેને ન સ્વીકારતાં એમના સંસર્ગથી સદાચારી ભિક્ષુ હંમેશા અલગ રહે.
(૩) કેટલાક સાધકે બિચારા એવી ભૂમિકા પર હોય છે કે તેઓને ગ્રાહ્ય શું કે આદરણીય શું એનું સ્પષ્ટ જ્ઞાન થયું હોતું નથી તેઓ જીવહિંસાને અનુમોદન આપે છે, નહિ દીધેલું લે છે અને ભ્રમજનક ઉક્તિઓ બોલ્યા કરે છે.
(૪) તેઓ કદાગ્રહપૂર્વક પિતાને માનેલે ધર્મ જ સાચે અને મુક્તિદાતા છે એમ બીજાને ઠસાવવા પ્રયત્ન કરે છે, તેઓ પોતે ડૂબે છે અને અન્યને ડૂબાડે છે.
(૫) જેઓ પિતાનું જ સત્ય છે એમ માને છે કે વદે છે તેઓ એકાંતવાદી છે અને સત્યથી પિતે જ વેગળા રહે છે.
(૯) ધર્મને બહાને જે જે પાપકર્મ થઈ રહ્યાં છે તે બધાને હું છેડી દેવા માગું છું—આ રીતે મતાગ્રહી સાધકને સમજાવવું. = (૭) જે સાધક આટલે વિવેક સમજે તેને ગામમાંય સત્યની આરાધના સુલભ છે અને જંગલમયે સુલભ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org