________________
આચાર
(૪૬) આ બધું યથાર્થ જાણીને તેવા બુદ્ધિમાન પુરુષે બાળક જેમ મુખમાંથી પડતી લાળને ચૂસી લે છે, તેમ લાળ ચૂસનાર (વમેલા ભેગેને ચાહનાર) ન થવું, અને સ્વાધ્યાય ચિંતનાદિથી વિમુખ ન રહેવું.
(૪૭) મૂઢ છે કે વસ્તુસ્વરૂપથી જે અજાણ છે તે ઈચ્છા અને શેકનાં અનેક દુઃખે ભેગવે છે. માટે, આ કામપરિત્યાગના ઉપદેશ ઉપર ધારણું કરવી.
(૪૮) સ્વરૂપને જાણીને સંચમાભિમુખ થયેલે સાધક સ્વયં થોડું પણ પાપકર્મ ન આચરે અને અન્ય મારફત પણ ન કરાવે.
(૪૯) જે મમત્વબુદ્ધિને છોડી શકે છે અને જેને મમત્વ નથી તે જ મોક્ષમાર્ગને જાણકાર સાધક સમજ.
(૫૦) સર પુરુષાર્થી અને તત્ત્વદર્શી મહાપુરુષે લૂખાસૂકા પદાર્થોનું સેવન કરે છે.
(૫૧) જેઓ વીતરાગની આજ્ઞાન આરાધક બની દુનિયાની જંજાળથી પર થાય છે તે જ સાચા વીરપુરૂષ હોવાથી વખાણાયા છે અને તે જ કર્મબંધનથી છૂટવા માટેની યેગ્યતાવાળા હોવાથી સિદ્ધ થાય છે.
(૫૨) જે સાચે પરમાર્થ દેખે છે તે મોક્ષમાર્ગ વિના બીજે રમત નથી. (૫૩) અને બીજે જે રમત નથી તે જ ખરે પરમાર્થ વેત્તા છે.
ત્રીજુ અધ્યયન “શીષ્ણીય શીતષ્ણદિપરીષહવિજય–આચારાંગસૂત્રના આ ત્રીજા અધ્યયનમાં આના વિશે નીચેની હકીકત આવે છે.
(૧) અજ્ઞાની જને (જાગ્રત હોય તેય) સદા સૂતેલા છે. મુનિએ (જ્ઞાનીજને સદાય (આત્માભિમુખ) જાગૃત છે.
(૨) સંસારનું આવું સ્વરૂપ જાણી જ્ઞાની પુરુષ સંયમનાં જે બાધક શસ્ત્રો અજ્ઞાનીને પડે છે તેમનાથી દૂર રહે છે.
(૩) સુખદુઃખની જરા પણ પરવા ન કરતાં સાધક સંયમમાર્ગમાં ઉપસ્થિત થતા સાનુકૂળ અને પ્રતિકૂળ પ્રસંગને સમભાવે વેદી લે છે.
() ઉપર કહ્યું તેવા ધીર મુનિઓ જ જાગૃત રહી વૈર, વિરોધ, વૈમનસ્યાદિ દૂર કરીને દુઃખથી પણ મુક્ત થાય છે.
(૫) જરા અને મૃત્યુના સપાટામાં સપડાયેલા અને તેથી હંમેશાં મહામેથી મૂંઝાઈ ગયેલા પુરુષે ધર્મના રહસ્યને જાણી શકતા નથી.
(૬) શાણા સાધકે સઘળાં દુઃખ આરંભથી થાય છે એમ જાણી જાગૃત થવું. જે સાધક જન્મમૃત્યુથી ડરી શબ્દાદિ વિષમાં રાગદ્વેષ ન ધરતાં સરળ (સમભાવી) થઈને વતે છે, તે ખરેખર મૃત્યુના ભયથી મુક્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org