________________
૨૫૪
પ્રશમરતિ વિવેચન સહિત (૩૩) કદાચ સ્નેહીઓ સ્નેહાધીન રહે તે પણ તેઓ તેને રક્ષણ કે શરણ આપી શકતા નથી અને પોતે પણ તેઓને રક્ષણ કે શરણ આપવા શક્તિમાન નથી. પિતપોતાનાં સુખદુઃખ સર્વ જીવેને પિતપિતાને જુદાં જુદાં ભેગવવાં પડે છે.
(૩૪) આ સંસારમાં કેટલાક જ એવી પ્રકૃતિના હોય છે કે જેમને મૃત્યુના કિનારા સુધી ભેગની જ સતત વાંછા રહ્યા કરે છે.
(૩૫) ધન ભવિષ્યમાં કામ લાગશે તેમ માની તેનું રક્ષણ કરવા માટે બીજા ઘણાં સાધને પ્રાણી કે છે, છતાં તેનું એકઠું કરેલું ધન કઈને કઈ રીતે નાશ પામે જ છે. કાં તે તે ધન તેના ભાયાતે વહેંચી લે છે અથવા ચેર ચેરી લે છે; કાં તે રાજા જ લૂંટી લે છે, અથવા નાશ પામે છે, અથવા અગ્નિથી બળી જાય છે.
(૩૬) આ રીતે કુટુંબાદિકને અર્થે ફર કર્મ કરીને એકઠું કરેલું ધન પણ પિતાને બદલે પારકાને ત્યાં ચાલ્યું જતાં તેને ખૂબ દુઃખ થાય છે, અને દુઃખના ભારથી મૂઢ થઈને તે વારંવાર વિપર્યાસ પામે છે.
(૩૭) માટે વિષયની આશા અને લાલસાઓથી દૂર રહેવું. આશા શલ્ય છે કારણ કે એનાથી ચિત્ત સંતપ્ત રહે છે.
(૩૮) કંચન અને કામિની મહામહના નિમિત્તભૂત છે. (૩૯) ભેગો ભેગવવાથી કઈ પ્રકારથી તૃપ્તિ થતી નથી.
(૪૦) લેકે પિતાના પુત્રપુત્રી માટે, વહુઓ માટે, નાતજાત માટે અને પણ કે સગાંસંબંધી માટે ખાવાપીવા સારું સવારે કે સાંજે જુદા જુદા પ્રકારના શસ્ત્રોથી આરંભે કરે છે અને ઘણું સંઘરી પણ રાખે છે.
(૪૧) મુનિ બધાં દૂષણથી દૂર રહી નિર્દોષપણે સંયમનું પાલન કરે, જીવને હણ્યા વગર ભિક્ષા મેળવે.
(૪૨) મુનિએ વસ્ત્ર, પાત્ર, કંબળ, રજોહરણ અને આસન વગેરે સંયમનાં સાધન પણ ગૃહસ્થ પાસેથી નિર્દોષ રીતે ગ્રહણ કરવાં જોઈએ.
(૪૩) જે સંસારની વિચિત્રતાને જાણે છે તે પુરુષ લેકના ઊંચા, નીચા કે તીરછા ભાગને જાણે છે. અર્થાત, લેકમાં જીવો કેમ ઉત્પન્ન થાય છે, તે જાણી શકે છે.
(૪૪) વિષમાં આસક્ત છે સંસારમાં પરિભ્રમણ કરે છે. આવો મનુષ્યભવ પામીને વિષયેની આસક્તિથી દૂર રહેવું, તે જે વીરતા છે અને તેવા જ છે પ્રશંસાને યોગ્ય છે. આવા વીરપુરુષે જ સંસારમાં બંધાઈ રહેલા બીજા અને બહારનાં તથા અંદરના બંધનથી મુક્ત કરી શકે છે.
(૪૫) આ શરીર બહારથી અસાર છે, તેમ અંદરથી પણ અસાર છે અને જેમ અંદરથી અસાર છે તેમ બહારથી પણ અસાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org