SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશમરતિ વિવેચન સહિત (૧) આવી રીતે પ્રમાદમાં વખત કાઢી નાંખવો ન જોઈએ. આયુ ઓછું છે અને જરા (વૃદ્ધાવસ્થા) સુધી પહોંચાશે તેની પણ ખાતરી નથી. (૧૧) અને મંદવાડ તે તેને ગમે ત્યારે હેરાન કરે છે, પજવે છે. (૧૨) જેની સાથે પોતે રહેતા હોય તે કોઈ પણ પ્રકારની મદદ કરી શકતા નથી. (૧૩) આવી રીતે ઇદ્રિ અને શક્તિ ક્ષીણ થાય તે પહેલાં ધાર્મિક જીવનમાં પડી જવું જોઈએ. ' (૧૪) લેક એટલે સંસાર. પતિપત્નીને સંબંધ, માબાપ અને પુત્રને સંબંધ, મિત્ર, સંપત્તિ, વૈભવ ઇત્યાદિને સંસગ એ બાહ્ય સંસાર. સંસર્ગથી ઉત્પન્ન થતી અહંતા, મમતા, આસક્તિ, વિકાર, સ્નેહ, વેર એ બધા ભાવોની આત્મા પર અસર થાય તે આત્યંતર અથવા ભાવસંસાર. ભાવસંસાર દ્રવ્યસંસારના હેતુભૂત છે. રાગાદિક રિપુઓ પર વિજય મેળવે તે જ સાચે લેકવિજય છે, પરંતુ દ્રવ્યસંસારની (બાહ્યસંસારની) નિવૃત્તિ એ પણ એક સાધના છે, અને તે સાધનાની ભાવના પણ ભાવકષાના મંદપણાને લઈને જ ઉદ્દભવે છે, તે કારણને લઈને આ અધ્યયનના પ્રથમ ઉદ્દેશકમાં સ્વજનસુતાદિના સંબંધને વિવેક સમજાવ્યું છે. (૧૫) સંયમની ભાવના તરફ અભિરુચિ થયા પછી કે સંયમની સાધનામાં ગયા પછી સંયમ પ્રત્યે કદાચ અરતિ, અપ્રેમ ઉત્પન્ન થાય તે શું કરવું તે બીજ ઉદ્દેશકમાં સુધર્માસ્વામીએ જબૂસ્વામીને જણાવ્યું છે. (૧૬) સંયમમાં અરતિ થવાનાં કારણ અજ્ઞાન, લેભ અને કામ છે. તે ત્રણેનું વર્ણન બીજા ઉદ્દેશકમાં આપી સૂત્રકાર હવે બીજા ક્રમનાં માનકષાય (અહંકાર) તથા ભેગત્યાગ વિશે કહેવા માગે છે. (૧૭) ગોત્ર એટલે કુળ. બીજા ની જે ગતિ થાય છે તે પણ ગત્રકર્મની અંદર સમાય છે. (૧૮) ઉચ્ચ કે નીચ કુળમાં જન્મવું કે ઊંચી નીચી ગતિમાં જવું તે ભવભ્રમણની દષ્ટિએ સમાન જ છે. ખરી રીતે તે જીવ માત્ર સમાન જ છે, કોઈ ઉચ્ચ કે નીચ નથી. જે ઉચ્ચતાનું અભિમાન કરે છે તેને આત્મા અથડાય છે, અને જે પિતાની નીચી સ્થિતિ માની પામરતા ધરે છે, તે પણ પિતાની મેળે દુઃખી થાય છે. (૧૯) પ્રાણ યાદ રાખે કે જીવ પોતાના પ્રમાદથી જ આંધળાપણું, બહેરાપણું, મૂંગાપણું, કાણાપણું, હૂઠાપણું, કૂબડાપણું, વાંકાપણું તથા કાબરાપણું વગેરે પામે છે, અનેક નિઓમાં જન્મ ધરે છે અને અનેક પ્રકારના ભયંકર સ્પ(દુ)ની યાતના વેઠે છે. (૨૦) આ પ્રકારની કર્મરચનાના સ્વરૂપથી અજાણ જીવાત્મા આ સંસારમાં રોગથી પીડાઈને અને અપકીર્તિ પામીને જન્મ-મરણના ચક્રમાં ફસાતે રહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy