________________
કરાયો અને વિષયો
પિય–તૈયાર કરેલાં પણ. અત્યારે એરંજ, કશ, લેમન, સોડા, વીમટો વગેરે તૈયાર થાય છે તે તથા દારૂ. વિલાયતમાં ખાણા સાથે વીશી વોટર, મીનરલ વોટર કે ઝરણાંના પાણીને ઘણે મહિમા ગણાય છે.
બહુભક્ષ્ય–બહ વખતે થનાર ખાવાનું અન્ન, મોદક, લાડુ, કંસાર વગેરે. એ ખૂબ ભાવે તેવી ખાવાની વાનગીઓ સમજવી. એના બહુ પ્રકાર છે. મતલબ એ છે કે સારી રીતે તૈયાર થયેલ ખાવાનું ભજન. - સ્વાદુ–મધુર, મીઠું, ખાતાં કે પીતાં ભાવે તેવું, સારી રીતે પસંદ આવી જાય અને તંદુરસ્ત માણસને ગળે ઊતરી જાય તેવું મધુર..
વિષસંયુક્ત–આવા સારી રીતે તૈયાર કરેલા ભેજન અથવા પીણામાં, ખાવા અથવા પીવાના પદાર્થમાં જે ઝેર જરાસરખું પણ હલાવી નાંખ્યું હોય તે.
વિપાકકાલ–પચવા વખતે. ઝેરને પચવાને સમય જુદો જુદો હોય છે. તાલપુટ ઝેર તે ખાવા માટે તાળવે નાંખે કે લાગે ત્યાં જ પ્રાણીને ખલાસ કરે છે, જ્યારે અફીણ, . સમલ, હોજરી પાસે પહોંચવા જોઈએ. એ ખાવાથી પ્રાણીને મારી જ નાખે, પણ એ બે કલાકને સમય લે છે. એ ખાવાથી પ્રાણી તરત મરી જતું નથી, પણ એ જ્યારે જ્યારે પિતાનાં ફળ આપવાને સમય આવે ત્યારે બેએક કલાકમાં પ્રાણીને “જીવિઆઓ વવવિયા .
- વિનાશયતિ–મારયતિ, મારે છે. આ જીવનથી દૂર કરે છે. એને ખલાસ કરી મૂકે છે. ખોરાક ગમે તે સુગંધી કે સરસ હોય, પીણું ગમે તેટલું પસંદ આવે તેવું હોય, પણ તેની સાથે ઝેર ભેળવવામાં આવ્યું હોય તે પુષ્ટિને બદલે આખી જિંદગીથી પ્રાણીને ખલાસ કરે છે. ઉપનય આવતી ગાથામાં આવશે (૧૦૮) એ ઉપમાનનો ભાવ–
तद्वदुपचारसंभृतरम्यकरामरससेविता विषयाः ।
भवशतपरम्परास्वपि दुःखपियाकानुबन्धकराः ॥१०९॥ અથ–તે જ પ્રકારે અનેક ઉપચારોથી ભરેલ અને મેજ કરાવાશ રાગરસથી સેવાયેલા વિષયે સેંકડે હજારે ભવની પરંપરામાં દુઃખના પરિણામને બાંધનાર નીવડે છે. (૧૦૯)
વિવેચન : ત —તે જ પ્રકરે. ઉપરના દાખલા પ્રમાણે ઉપર જે દાખલ આપણે અન્નના અઢાર પ્રકાસ્ને અને દારૂ વગેરે પીણાંઓને. વિસ્તારી ગયા તે પ્રમાણે.
ઉપચાર–ખુશામત, ચાટુ કર્યું. જ્યારે પાંચ ઇન્દ્રિયના વિષયે સેવવા હોય છે ત્યારે તદ્યોગ્ય વાતાવરણ જમાવવું પડે છે. કેરી ખાવી હોય, ત્યારે રસ કાઢી પૂરી તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org