________________
પ્રશમરતિ વિવેચન સહિત એક જાતનું બળ (force) હોઈ પિતાનું ફળ આપે છે, અને ચોક્કસ આપે છે અને આપણે તે ઈચ્છીએ કે ન ઈચ્છીએ પણ એ કર્મ પિતાનું ફળ આપ્યા વગર રહેતું નથી. - એ ફળ માટે કે અઘટિત ફળ માટે આપણે કે અન્ય કેઈ જવાબદાર નથી. (૧૦૧) સંસારની વિષમતા જોઈ ભાવ (સંસાર) પર આનંદ ન લાવો ઘટે–
વિજ્ઞાનાયુમોભૂતિષી दृष्ट्वा कथमिह विदुषां भवसंसारे रतिर्भवति ? ॥१०२॥ " અથ–પ્રાંત, કુળ, શરીર, જ્ઞાન, આયખું, બળ, ભેગ અને લક્ષમીની વધઘટ પ્રાણીઓમાં જોઈને આ સંસાર ઉપર સમજુ માણસને કેમ મજા આવે ? (
૧૨) વિવરણ–દેશવૈષમ્ય–એક માણસ ઓસ્ટ્રેલિયામાં જન્મે, બીજે ઈડમાં જન્મે, વળી કોઈ હિંદમાં જન્મ, કેઈ આફ્રિકામાં જન્મ, આ સર્વ દેશપ્રાપ્તિની વિષમતા છે.
ક્યાં જન્મવું અને કેવા પ્રાંતવાસી થવું તે આપણા હાથમાં નથી. જ્યાં જન્મ્યા હોઈએ ત્યાં આપણી ફરજ બજાવવી, પણ એમાં જોવા જેવું એ છે કે, આપણને જુદા જુદા દેશમાં જન્મ લેવાને મળે છે અને પરિણામે આપણી ખાસિયત અને આપણું ઘડતર જુદા જુદા પ્રકારનું હોય છે. આ દેશવિષમતા થઈ.
કુલ—કોઈ અમુક કુળમાં જન્મ, કેઈ નાસ્તિક થાય, કઈ કર્મથી-જન્મથી આસ્તિક જન્મ. આવી વાણિયા, બ્રાહ્મણ, લુહાણ, ભાટિયા વગેરેના કુળની આપણને વિષમતા જન્મથી જ લાગેલી છે. વાત કહેવાની એ છે કે આ દેશ તથા કુળની હવે પછી કહેવામાં આવનારી ખાસિયત જોઈને અને આપણું પિતાની ખાસિયત જોઈને આ સંસાર સારે કેમ લાગે છે? આમાં સારાપણું શું છે? એક સાર થાય, તે બીજે ખરાબ થાય, એક ગધેડાના કુળમાં જન્મ અને એક શિયાળો થાય, એક માણસ તરીકે બ્રાહ્મણને ત્યાં જન્મે અને એક વાણિયે થાય. કોઈ ખાતરી થાય અને કોઈ બ્રહ્મક્ષત્રિય થાય. આ કુળની વિષમતા–નાનામોટાપણું વિચારતાં આ સંસાર પર પ્રેમ લાવવા જેવું શું છે? એ તે એમને એમ ચાલ્યા કરવાનું છે. આપણે ન હતા તે દિવસ પણ સંસાર ચાલતું હતું અને નહિ હોઈએ ત્યારે પણ ચાલવાને છે. એમાં સંસાર ઉપર આનંદ કેમ આવે ?
- દેહ–કેઈને મજબૂત તંદુરસ્ત શરીર મળે અને કોઈને ક્ષયરોગ થયેલ માંદલું શરીર મળે, કઈ જરા શરદી, ગરમીથી ગભરાઈ જાય અને કેઈ તડાકા મારે, કઈ કાળા થાય અને કઈ બેરા થાય, કેઈ ઠંડા થાય અને કેઈ ગરમ થાય. એમ જોતાં બે માણસના શરીરે એકસરખાં હોતાં નથી. આમાં શું સારાવાટ છે કે સંસાર (ભવ) ઉપર પ્રેમ આવે અને તેમાં આનંદ થાય ? શરીર દરેક જુદાં અને જુદી ખાસિયતવાળાં હોય છે. એટલે દરેક શરીરની વિષમતા વિચારતાં સંસાર પર કઈ પ્રકારને રાગ ન થાય એમ લાગે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org