________________
કવા અને વિષય અને દુખે કરીને મૂકી શકાય, છોડી શકાય એવું આ નીચત્ર કર્મ પ્રાણ પ્રત્યેક ભવમાં બાંધે છે. આવી સ્થિતિ ન થાય અને પ્રાણી સર્વ કર્મથી મુક્ત થઈ સિદ્ધ દશામાં પેસે તે માટે આપણે પ્રયત્ન છે. અને તે વગર આપણે રસ્તે જ નથી. સમજણ રાખી તે માર્ગ પકડી લેવાની તેટલા માટે બહુ જરૂર છે. જાતિમદ કે રૂપ કે બળ કે લાભમર કેમ કરાય? આપણે જીવ તે પ્રત્યેક જાતિમાં જઈ આવ્યો છે ત્યાં અમુક જાત તરફ સુગાળવા થવું, અમુકને નીચ ગણવી કે અમુક જાતને ઉચ્ચ ગણવી તે પાલવે તેવું પણ નથી. અને આ “અંગ્રેજના રાજમાં ઢેઢ મારે ધકે અને ત્યાર પછીના કેંગ્રેસયુગમાં તે જાતિ માટે કાંઈ રહ્યું નથી. તેમાં કુળ કે જાતિ માટે અભિમાન કરી કે ગર્વ લઈ પોતાની જાતને શા માટે વગોવવી? વાણંદ, મોચી અને પટેલિયા અત્યારે તે સરકારી હોદ્દા ઉપર ચઢી બેઠા છે. તેવા વખતમાં અને જ્યારે એક જાતિને અગ્રહક્ક આપે તે અજુગતું મનાતું હોય તેવા સમાનતાના યુગમાં પિતે ઉચ્ચ હોવાને દાવો કહેવા અથવા બીજાને નીચે માનવા કે કહેવાને શું અર્થ છે? અત્યારે રેલવે અને વાયુયાને બધાને મુસાફરીમાં સરખા બનાવ્યા છે તેવા સમયમાં તમારે જીવવા માટે પણ અભિમાન કે ગુમાન, ગર્વ કે મહત્તા જાતિ કે કુળની ગાવા જેવી નથી. અને અનેક અવકન કરનાર અને અનુભવનાર જ્યારે એવાં કમને આકરાં અને દુઃખે કરીને છૂટનારાં કહે ત્યારે તમને એમ નથી થતું કે આ વાતને ગર્વ કરવો એ ડહાપણભરેલું નથી. આમાં સારી કે ઉચ્ચ જાતિ કે કુળ પ્રાપ્તિને અંગે અભિમાન કેમ ઘટે ? એટલે કાંઈ નહિ તે કોઈને અધમ, નીચ, હલકો કહે કે માનવે નહિ. (૧૦૦) હિનતા, ઉત્તમતા અને મધ્યમપણાની સંભાવના
कर्मादयनिवृत्तं हीनोत्तममध्यमं मनुष्याणाम् । * તમેવ તિરાં નિવિશેષાંતરમત તારા
અથ–કમના ઉદય પ્રમાણે હીનપણું ઉત્તમ કે મધ્યપણું મનુષ્યને મળે છે, તે પ્રમાણે જ જુદી જુદી યુનિએના વિષય અનુસાર વહેંચણી પ્રમાણે તિર્યંચોને હીન, મધ્યમ કે ઉત્તમપણું મળે છે. (૧૦૧)
વિવરણ-કર્મોદયનિવૃત્ત-જેણે જે પ્રકારનું કર્મ બાંધ્યું હોય તેને તે પ્રકારનું ઉત્તમપણું, મધ્યમપણું કે હીનપણું નિષ્પન્ન થાય છે. એમાં માણસની પિતાની ઈચ્છાશક્તિ કાંઈ કામ કરતી નથી, તેથી કોઈ મનુષ્ય ચંડાળકુળમાં ઉત્પન્ન થાય કે કોઈ રાજાને ઘરે અવતરે તે તેના હાથની બાજી નથી. અને ચંડાળ કે રાજા વચ્ચેનાં બીજાં કોઈપણ મધ્યસ્થકુળ બાબતે પણ તેની ઈચ્છા કે આવડત કામમાં આવતી નથી, કર્મ નચાવે કે ઉત્પન્ન કરી આપે તેવી ઉત્તમ, મધ્યમ કે હીન સ્થિતિમાં તે જાય છે. એટલે એને ઠપકે કે અભિનંદન આપવા તે ઉચિત નથી. કર્મ કેવા નાચ નચાવે છે તે પર જુઓ મારે કમને નિબંધ અને તેમાં ટાંકેલા દાખલાઓ. ત્યાં અનેક દાખલાના એક સ્તવનને ઉલ્લેખ કરવામાં આવ્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org