________________
૧૯
શ્રી મતીચ'દભાઇએ વિવેચનના પ્રારભે (પૃ. ૫) જણાવ્યું છે કે તે શરૂઆતમાં ઉમાસ્વાતિનું જીવનચરિત્ર આપ્યુ છે. આને અથ એ કે વિવેચનની પ્રસ્તાવનામાં ઉમાસ્વાતિ વિશે લખવાની એમની ધારણા હતી. પરંતુ તેઓ પ્રસ્તાવના જ લખી શકયા નથી. તેમની સ્વહસ્તે લખેલી નોંધ અનુસાર નવેમ્બર ૧૯૫૦માં તેમણે વિવેચન પૂરું કયુ' છે, અને ચાર માસ પછી ૨૭ માર્ચ ૧૯૫૧માં તેમનું દેહાવસાન થયું છે. આ ઉપરથી સમજાય છે કે સ્વાસ્થ્યની પ્રતિકૂળતાને કારણે તેએ પ્રસ્તાવના લખી શકયા નથી, એટલું જ નહિ પણ પાતે લખેલ વિવેચનને તેએ ફરી સળંગ વાંચી શકયા પણ નથી. વળી, આ ઉપરથી આપણે સહેલાઈથી અનુમાન કરી શકીએ કે આ વિવેચન તેમની અંતિમ કૃતિ હોવી જોઇએ. આ વિવેચનમાં જેને ઉલ્લેખ છે તે તેમના કર્મ ઉપરના વિસ્તૃત નિબંધ આજ સુધી અપ્રકાશિત છે. તેને વિદ્યાલય જેમ બને તેમ જલદી પ્રકાશિત કરવા ઇચ્છે છે.
આભારદર્શન-સંપાદન કરવાને બહાને મને પ્રશમરતિના સ્વાધ્યાય કરવાને અવસર આપ્યા તે માટે શ્રી મહાવીર જૈન વિદ્યાલયના તેમ જ સદ્દગત મુરબ્બી શ્રી રતિલાલ, દીપચંદ દેસાઈના હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું. ઉપરાંત, આ કાર્ય કરવા મને પ્રેત્સાહિત કરવા બદલ વિદ્યાલયના ડાયરેક્ટર શ્રી કોરાસાહેબના હું અત્યંત શ્રેણી છું. લા. દ. વિદ્યામ દિરના ડા. રમણીકભાઈ મ. શાહે યુવાચન કરી મને સહાય કરી છે, તે બદલ તેમને પણ હું આભાર માનું છું.
પ્રશમરતિ ગ્રંથ પેાતે જ જૈન આચારની એક પ્રાંજલ રચના છે. વળી તેને અહીં શ્રી મેાતીચંદભાઈ જેવા સમથ વિવેચક પ્રાપ્ત થયા છે. એટલે પ્રસ્તુત પ્રકાશન વાચકોને અતિ ઉપયાગી મની રહેશે એ નિઃશક છે.
નગીનદાસ જીવણલાલ શાહ
૨૩, વાલકેશ્વર સાસાયટી,
અમદાવાદ – ૩૮૦ ૦૧૫. અક્ષય તૃતીયા, ૨૦૪ર તા. ૧૨-૫-૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org