SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વીકારેલ કેટલાક ખોટા પાડીને હૅરિભદ્રસૂરિએ પોતાની ટીકામાં સુધાર્યાં છે. વળી, પ્રશમતિના ૨૪૩મે બ્લેક (સમ્યાજ્ઞિાની જિતિતપોયચુલોડવ્યનુવશાન્ત ) જે અજ્ઞાતક ક ટીકાની વાચનામાં છે તે ૧૨૭મા શ્લાકનું જ થાડાક ફેરફાર સાથે પુનરાવતન છે. આ ભૂલ હારિભદ્રીય ટીકામાં સુધારી લેવામાં આવી છે. ઉપરાંત, અજ્ઞાતકર્તૃક ટીકાએ સ્વીકારેલી વાચનામાં અગત્યના લેાક ૨૭૭ (જામેળરારીયોની) છોડી દેવામાં આવ્યા છે, પર'તુ હારભદ્રીય ટીકાએ સ્વીકારેલી વાચનામાં તેને સ્વીકારવામાં આવ્યા છે. શ્રી મેાતીચ'દભાઈના વિવેચનવાળા આ સંસ્કરણમાં કુલ શ્લોકો ૩૧૩ના બદલે ૩૧૪ કેમ છે. એના ખુલાસા આમાંથી મળી રહે છે. તેમાં કોઈ પણ બ્લેક છોડી દેવામાં આવ્યા નથી. જ પ્રશમરતિની મહત્તા—યાકિનીસૂનુ હરિભદ્રસૂરિ (ઈ. સ. આઠમી શતાબ્દી) પેાતાની તત્ત્વાર્થં ભાષ્યતીકામાં તેમ જ શાન્તિસૂરિ (ઈ. સ. ૧૨૧૫) પેાતાની ધર્મરત્નપ્રકરણ ઉપરની સ્વાપન્ન વૃત્તિમાં પ્રશમરતિમાંથી લેાકો ટાંકે છે. આના નિર્દેશ આપણે અગાઉ કરી ગયા છીએ. પેાતાના મતને ઉમાસ્વાતિનું સમર્થાંન છે એ બતાવવા અભયદેવસૂરિ (ઈ. સ. દસમી શતાબ્દી) પાતાની સન્મતિતક પ્રકરણટીકામાં પ્રશમરતિમાંથી એક àાક ટાંકે છે. પ્રશમરતિની ૧૨૦મી કારિકાને આચાર્ય' કહ્યુ છે કે (બાચાર્યે બ્રાહ્)' એમ કહીને પેાતાની નિશીથન્ચૂર્ણિમાં જિનદાસ મહત્તર ઉદ્ધૃત કરે છે. આમ વિદ્વાન આચાર્યો પ્રશમરતિને જૈન આચારના પ્રમાણભૂત ગ્રંથ માને છે. આ પ્રશમરતિની મહત્તા સૂચવે છે. શ્રી મેાતીચંદભાઈનું ગુજરાતી વિવેચન—શ્રી મેાતીચ’દભાઈએ કરેલું પ્રથમરતિનું વિવેચન વિસ્તૃત અને વિશદ છે. એક જ મુદ્દાને અનેક રીતે રજૂ કરી સમજાવવાની કળા શ્રી માતીચ'દભાઈને સિદ્ધ છે. કયારેક પુનરુક્તિ કરવી પડે તે તે પણ કરે છે. દાખલા-દલીલા પુષ્કળ આપે છે. શાસ્ત્રગ્રંથાનાં વચનાને પણ સમાઁનમાં ટાંકે છે. જૈન અને જૈનેતર, સંસ્કૃત અને પ્રાકૃત ગ્રંથામાંથી સમીચીન ઉદ્ધરણા ઉદ્ધૃત કરે છે. લાકોક્તિઓ અને દૃષ્ટાંતકથાઓ આપીને વિષયને સુગ્રાહ્ય બનાવે છે. તેમની બહુશ્રુતતા અને તાર્કિકતા પદે પદે પ્રગટ થાય છે. ૧૧૪–૧૧૭ આ ચાર કારિકાએની સમજૂતી આપતાં સમગ્ર આચારાંગસૂત્રના વ્યવસ્થિત સાર જ એમણે આપી દીધા છે. પ્રશમરતિના દરેક બ્લેકના પ્રત્યેક શબ્દની સમજૂતી આપી પછી આખા ક્ષેાકના આશયને સ્પષ્ટ કરતું પેાતાનું વિવેચન તે આપે છે. તેમણે આખા ગ્રંથને વિષય પ્રમાણે - એકવીસ પ્રકરણેામાં વિભક્ત કર્યો છે. પ્રત્યેક પ્રકરણના ઉપક્રમ સંક્ષેપમાં પાતે રજૂ કરે છે અને એ રીતે પ્રકરણમાં આવનાર વિષયમાં સરળ રીતે પ્રવેશ કરાવે છે. પ્રકરણને અંતે પોતે ઉપસંહાર પણ લખે છે અને એ રીતે આખા પ્રકરણના બધા મુદ્દાને પાતાની રીતે સંક્ષેપમાં મૂકી આપે છે, જે વાચકને સમગ્રના ખ્યાલ આપે છે. વિવેચનમાં આધ્યાત્મિક ખડતલપણું તેમ જ બૌદ્ધિક પ્રામાણિકતા અભિવ્યક્ત થાય છે. આ નર્યા વાણીવિલાસ નથી. ભાષા આડ ખરરહિત, સીધી અને સચેટ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy