________________
૧૬.
પ્રશમરતિ વિવેચન સહિત ભેદને બારે ગુણતાં ૩૩૬ ભેદ જ્ઞાનના–બુદ્ધિના થાય. વળી ગુરુનો વૈયાવચ્ચ-વિનય કરીને મેળવેલ વૈયિકી બુદ્ધિ, કામણકી (કામ કરતાં કરતાં પદ્ધતિ બેસી જાય અને થાય તે બુદ્ધિ), ઔત્પાતિકી (કુદરતી બુદ્ધિ) અને પારિણમિકી (સંસારના અનુભવથી અને વ્યવહારમાં રાચ્યામાચ્યા રહેવાથી જે બુદ્ધિ થાય તે). એટલે ૩૩૬ સાથે આ ચાર ભેદ મળતાં ૩૪૦ બુદ્ધિના ભેદ થાય. જ્યાં અગાઉના પુરુષસિંહે આવા ભેદ પાડનાર, સમજનાર અને સમજાવનાર હારબંધ થઈ ગયા હોય ત્યાં આ કાળની આપણી બુદ્ધિ કેણ માત્ર? અને તેને મદ કરવો કેમ ગ્ય, ઉચિત, વ્યાજબી ગણાય? (૯૧)
પૂર્વપુરુષસિંહ–પૂર્વકાળના પુરુષવૃષભ એટલે મોટા માણસો. જ્યારે શબ્દને છેડે હસ્તિ, વૃષભ કે સિંહ શબ્દ વાપરવામાં આવ્યું હોય ત્યારે પુરુષની અંદર ઉત્તમ, આગેવાન એમ અર્થ સમજ. જંગલમાં જેમ સિંહ હરણને શિકાર કરે છે તેમ એ પુરુષસિંહે કષાયને અને પરીષહેને શિકાર કરે છે, તેમના પર વિજય કરી પોતાનું સિંહપણું બતાવી ગયા છે, એવા આગેવાન અને બુદ્ધિશાળીઓ. આવા પુરુષોને બુદ્ધિ વૈભવ એટલે માટે હતું કે તેઓ પર્યાય અને બુદ્ધિની બાબતમાં ઘણું પૃથક્કરણ કરી ગયા છે. તેઓના બુદ્ધિઅતિશયને સાગર સાથે સરખાવી શકાય. તેની અનતતા વિચારવાથીસાંભળવાથી આપણને અને આ કાળના કેઈપણ પ્રાણીને પોતાની બુદ્ધિ માટે મદ થતું નથી. ક્યાં એવા બુદ્ધિમાન પુરુષની એક નાનામાં નાની બાબતને અનંત ભાગમાં વહેંચવાની શક્તિ અને ક્યાં આપણે સામાન્ય બુદ્ધિ! આપણે તે તેમની પાસે ઊભા રહી શક્તા નથી. તે પછી એક જરા સામાન્ય બુદ્ધિ માટે અભિમાન કરવાની કે મદ કરવાની આપણી તાકાત શી? અને તેને માટે મદ કરવાનું સ્થાન ક્યાં રહ્યું ? આપણે તે પૂર્વ પુરુષસિંહની બુદ્ધિ આગળ કાંઈ માત્ર નથી. તેઓએ તે મેટો વખત અનેક પર્યાયની વાત જાણી છે, આપણા લાભ માટે ગઠવી છે અને તેઓ પિતે જાણતા તેને અનંતમાં ભાગ લખી ગયા છે. તેઓનાં ચરિત્ર સાંભળી આપણે બુદ્ધિને મદ કેમ કરીએ? અને કરીએ તે યોગ્ય કેમ ગણાય?
વિજ્ઞાનાતિશય–-બુદ્ધિને અતિશય. અથવા બુદ્ધિનું તેજ, અને આકાશગમન, સંભિન્નશ્રોત્રાદિ લબ્ધિરૂપ અતિશય. આપણે ઘણું ધળ પછી પણ આ અતિશયે મેળવી શકતા નથી, તેમને તે તે અતિશયે મળેલા હતા અને તેને લાભ પણ તેઓ લેતા હતા. આવા પૂર્વકાળના મોટા માણસોનાં ચરિત્ર સાંભળી આ પણ સામાન્ય બુદ્ધિને મદ કરવાને માટે અવકાશ જ ક્યાં રહે છે? આપણી સામાન્ય વહેવારુ બુદ્ધિ ગણધર કે પૂર્વપુરુષ પાસે ટકી શકતી નથી. "
સાગરનત્યમ–બુદ્ધિ અને અતિશય રૂપ દરિયાનું અનંતપણું! આ તેમના અનંત જ્ઞાન અને અતિશયે તથા તેમને પ્રાપ્તિ થયેલી લબ્ધિ આગળ આપણી ખાબોચિયા જેવી કે જેટલી સામાન્ય બુદ્ધિ કયાં? એ બેની સરખામણી પણ થઈ શકે તેમ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org