________________
કષાયો અને વિષયો
૧૯૫ વિધિ–શાસ્ત્રમાં અમુક પ્રકારને વિધિ બતાવવામાં આવ્યું છે. સોળ સંસ્કાર કે આવશ્યક સામાચિકાદિકને અમુક ક્રમ હેય, અમુક સૂત્ર અમુક સમયે બેલાય, તે પછી અમુક સૂત્ર બેલાય એ જાતનું શાસ્ત્રકારનું ફરમાન હોય તે વિધિ કહેવાય છે. વિધિમાં ક્રમ બતાવવામાં આવેલ હોય છે.
વિકલ્પ-અપવાદ, અમુક સુવાવડીથી સામાયિક થાય કે નહિ, અમુક પ્રભુનામનું કે નમસ્કારનું ઉચ્ચારણ થાય કે નહિ તે જાતના અપવાદનું જ્ઞાન તે વિકલ્પ. વિધિવિકલ્પ એટલે અમુક ક્રમ અને અમુક અપવાદ. તે બાબતમાં અને પર્યાની બાબતમાં જે ઘરડા થઈ ગયા હોય, જેઓના વિધિવિક આધારભૂત ગણાતા હય, જેઓ જે કહે તે સત્ય જ હોય, જેઓ વિધિવિકલપ અને પર્યાય એટલી સુંદર રીતે કહી શકે કે તેમને શબ્દ આધારભૂત ગણાય અને જે વિધિ અને તેના અપવાદની બાબતમાં છેલ્લામાં છેલે ફેંસલે કરે તેટલા નિષ્ણાત હોય, તેમની બુદ્ધિ પાસે આપણે તે ઊભા જ ન રહી શકીએ, છતાં મદ કરવા લલચાઈ જઈએ અને આપણી બુદ્ધિને મદ કરીએ તે કેમ યેગ્ય ગણાય? આવા પુરુષસિંહ પાસે આપણી બુદ્ધિ તદ્દન સામાન્ય પ્રકારની છે, તે પછી થોડા દાક્તરી કે વકીલાતના જ્ઞાનથી આપણે મદ શેને કરીએ? અને કરીએ તે તે પુરુષસિંહની બુદ્ધિ પાસે આપણે કેમ ટકી શકીએ ? અને કયાં ઊભા રહીએ? એમાં તે આપણે ટક્તા નથી, તે પછી બુદ્ધિને મદ કેમ? અને શ?
બુદ્ધિ-બુદ્ધિના ત્રણસે ચાળીસ (૩૪૦) ભેદ કર્યા છે. તે મતિજ્ઞાનને વિષય હેવાથી શ્રી દેવેંદ્રસૂરિના કર્મગ્રંથમાંથી લીધા છે. વ્યંજનાવગ્રહ એટલે કાંઈક સંવેદન થાય. ઇંદ્રિય અને વસ્તુને સન્નિક જેમાં નથી તે મન અને આંખ (નયન) છે. વ્યંજનાવગ્રહ જ્ઞાનને ચાર પ્રકારનું બતાવ્યું છે–સ્પશનેન્દ્રિય વ્યંજનાવગ્રહ, રસનેન્દ્રિય વ્યંજનાવગ્રહ, ધ્રાણેન્દ્રિય વ્યંજનાવગ્રહ અને શ્રવણેન્દ્રિય વ્યંજનાવગ્રહ. પછી અર્થને અવગ્રહ પાંચે ઈન્દ્રિય અને છઠ્ઠા મનને થાય, અને ત્યાર પછી ઈહા, અપાય અને ધારણુ એ ત્રણે પણ પાંચ ઈન્દ્રિય અને છઠ્ઠા મન સંબંધે થાય. એ રીતે મતિજ્ઞાનના અઠ્ઠાવીશ ભેદ થયા. એ અઠ્ઠાવીશ ભેદને બાર ગુણ કરવાના છે. વાજીંત્રને અવાજ સાંભળી કોઈ જીવ બહુ શબ્દ જાણે અને કોઈ જીવ છેડા શબ્દ જાણે તે પ્રમાણે “બહુ' અને અબહુ ભેદ પડે. કેઈ તાર, મંદ એવા શબ્દ જાણે તે બહુવિધ અને કોઈ એકલે તાર કે મંદ જાણે તે “અબહુવિધ'. કેઈક જ્ઞાનને તુરત રહે તે “ક્ષિપ્ર” ભેદ અને કઈ વખત લગાડે તે “અક્ષિક ભેદ. એમ છ ભેદ થયા. કેટલાક ધૂમાદિક લિગે કરીને અગ્નિને જાણે તે સાતમો “સલિગ ભેદ અને એવા લિંગ વગર જે જાણે તે આઠમ અલિંગી ભેદ. કોઈ સંદેહ-શંકા સહિત જાણે તે નવમે “સંદેહ લે અને કોઈ સંદેહ વગર જાણે તે દશમે “અસંદિગ્ધ ભેદ. એક્વાર કહેલ તુરત જાણી જાય તે અગિયાર ધ્રુવ ભેદ અને એકથી વધારે વાર કહ્યું જાણે તે બારમે “અધ્રુવ ભેદ. આ કુલ અઠ્ઠાવીશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org