________________
પ્રશમતિ વિવેચન સહિત
पूर्वपुरुषसिंहानां विज्ञानातिशयसागरानन्त्यम् । श्रुत्वा सांप्रतपुरुषाः कथं स्वबुद्धया मदं यान्ति १ ॥ ९२ ॥ અથ—શ્રુતનું ગ્રહણુ, પ્રમાણપૂર્વક તેનું સ્થાપન કરવું, નવીન કૃતિ (જોડકણાં) કરવી, જીવાર્દિક પદાર્થોની વિચારણા કરવી અને પોતાને કહેવાતી વાતને નિર્ણય વગેરે ખાખતામાં, બુદ્ધિના અંગને જાણવાની વિધિની બાબતમાં અને અનંતપર્યાયાની બાબતમાં પૂર્વીપુરુષવૃષભેાના વિજ્ઞાનઅતિશય અને બુદ્ધિવૈભવ રૂપ સમુદ્રનું અનંતપણું સાંભળીને અત્યારના જમાનાના પુરુષા (માણસા-પુરુષા અને સ્રીએ) પાતાની બુદ્ધિના મઢ કેમ કરીને કરે ? (૯૧–૯૨)
વિવેચન—આમાં છઠ્ઠા બુદ્ધિમદના ત્યાગના વિષય છે. તે સારી રીતે સમજવા
યાગ્ય છે. ગ્રહણ—એટલે વિદ્યા લેવી. આ ૯૧મા શ્ર્લેકમાં ચાર વિષયે બતાવ્યા છે. તે આગળ જતાં માલૂમ પડશે. ગ્રહણ એટલે પકડવું અથવા લેવું, મતલબ કે વિદ્યાને પચાવવી એ પહેલી વાત છે. આપણે ગુરુ પાસેથી કાંઈ લઈને માખીએ અથવા મનમાં ધારી રાખીએ તે ગ્રહણુ કહેવાય. આવી રીતે પાતે જે વિદ્યા શીખ્યા હાય તે બીજાને પ્રસંગ મળતાં આપી શકાય છે, એટલે લઘુત્રયમાં આ ગ્રહણના ગુણ વધારે મહત્ત્વના ગણાય છે. અસલ ઉપાધ્યાય વગેરે પાસે અભ્યાસ કરવામાં આવતા હતા.
૧૯ર
ઉઠ્યાહણુ—પ્રમાણુ પ્રમાણે તેનું મૂકવું. મૂકવાના અ”માં તે શબ્દ અહીં વાપર્યાં છે. ખીજા પાસે ગ્રહુ કરાવવું તે ઉદ્માણ કહેવાય છે. ન્યાય—તના ધેારણે તે વાતને જાહેર પ્રજાના હિતાર્થે ગ્રહણ માટે મૂકવી તે ઉપન્યાસ કહેવાય છે. જે વિષયને આપણે ગ્રહ્યો હાય તેને બીજા માણસા સમજે અને એ ન્યાયસર તેને ગળે ઉતરે તે રીતે મૂકવા તે ઉદ્માણ કહેવાય છે. આ ગ્રહણુ નામના પહેલા ગુણુ પછી બુદ્ધિના ખીન્ને ઉપયોગ થયા. આ બીજાના સ્વીકારની વાત ન્યાય, પદ્ધતિ અને સમજાવવાની શક્તિ પર આધાર રાખે છે. ઉદ્માણમાં આપણા સિવાયના અન્ય પુરુષ અને સમજવાના કામમાં રાકાયેલાઆની વાત છે, જ્યારે ગ્રહણમાં પેાતાની એકલાની જ વાત છે. બુદ્ધિના ઉદ્ગાણુમાં પણ ખૂબ ઉપયોગ કરવા પડે છે.
નવકૃતિ—નવીન ગ્રંથ બનાવવે. આપણે ભણેલા હાઈએ તે તેના ફળ તરીકે વિસ્તારથી જીવવિચાર, નવતત્ત્વ, ઇડક વગેરે સ્વતંત્ર લખવા. એ નવીન કૃતિ સ્વતંત્ર હાય, પણ પૂર્વ શીખેલ વાતને અનુરૂપ હોય. આ નવીન કૃતિ કે રચના એ વધારે બુદ્ધિવૈભવ દેખાડે છે, પણ તે પૂર્વ પુરુષસ ંહાનું અનુકરણ હાવાથી એ લાકોની બુદ્ધિ આગળ નવીન કૃતિ કાંઈ જ નથી. એના સ્વીકારપૂર્વક જ આ નવીન રચના થાય છે. આ બુદ્ધિને ત્રીજો પ્રકાર થયા. દેવેન્દ્રસૂરિએ કર્મગ્રંથ લખ્યા તે નવીન રચના કહેવાય, પણ તેમણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org