________________
કષાયો અને વિષયો
૧૮૯
વિવેચન : પરશક્તિ—એક તો આ લાભ થાય છે તે બીજા પાસેથી દાનાંતરાય કર્માંના ક્ષયાપશમથી તેણે પેાતાની શક્તિથી મેળવેલી વસ્તુના લાલ છે. હવે, બીજા માણસે પેાતાની શક્તિથી મેળવેલ અને દાનમાં આપેલ વસ્તુ લેવાને આપણો અધિકાર શું ? અને એવી રીતે કદાચ મળી જાય તે તેના મદ કરવો કેમ ઉચિત ગણાય ? એવી રીતે મેળવેલ વસ્તુ કે પૈસામાં આપણી શક્તિના શા ઉપયાગ કર્યો છે તે વિચારતાં આપણો હક્ક એવા દાન પર નથી, એમ મુનિએ ધારવું જોઇએ. અને દાન લેવાનો પોતાનો હક્ક હાય તા પણ બીજાએ રળેલું કે મેળવેલું ધન, લક્ષ્મી કે વસ્તુ આપણને દાનમાં મળે તેમાં મદ શેને કરવા ? એ વાત કોઇ પણ રીતે ચેાગ્ય ન ગણાય. ફલાણા શ્રાવકને ત્યાં વહેારવા ગયા, તેણે લાડવા વહેારાવ્યા, ફલાણાએ દૂધપાક આપ્યા તે જે વસ્તુને લાભ થાય તે ચગ્ય રીતે વાપરી નાખવી, પશુ તેવા લાભના મદ કેમ થાય ? અને મદ કરવા કેમ ઉચિત ગણાય ? એ ગૃહસ્થે તે તમને વિદ્વાન ધારીને, સમજુ કે સાચા ઉપદેશક ધારીને વસ્તુએ આપી, પણ તે રળવામાં સાધુ-મુનિવરો કોઇ જાતના ફાળો આપતા નથી. તે પછી એવી રીતે ખીજાની શક્તિએ મેળવેલ અને મળેલ વસ્તુના લાભ ખાતર મદ શેના કરવા ? આ વાત સાધુ મુનિવરોને વધારે લાગે છે, પશુ ગૃહસ્થે પશુ લાભની ખખતમાં અભિમાન કરવું ન ઘટે. તે તે વળી કાળાબજાર કરીને, વ્યાજ માટુ' લઈને, હિસાબમાં ગેટા વાળીને લાભ કરે છે. તે તેવા લાભના મદ્ય કરવા કેમ ઘટે? એ તે જે મળ્યું હોય તે ખેલ્યાચાલ્યા વગર અને અભિમાન કર્યા સિવાય પાતે વાપરી નાંખવું અને અને તે બીજાને આપી દેવું, પણ તેવી આયપત માટે મદ ન કરવા, એ સર્વથા ઉચિત વાત છે, અને મદ કરે તે તેને તે કરવા પણ ઘટતા નથી, કારણ તે વસ્તુને આ દુનિયામાં • ઉત્પન્ન કરવામાં પાતે પુરુષાથ કર્યા નથી, અને ગમે તેમ મળેલ વસ્તુના લાભ માટે મદ કરવા યાગ્ય નથી.
અભિપ્રસાદ––તમને સારા માણસ ધારીને ગૃહસ્થે કરેલ મહેરબાની. તેણે એમ ધાયુ કે મુનિને દાન આપવાથી પોતે પોતાના પરભવ સુધારશે. તે તેણે તેવા લાભ લેવા માટે તમને (મુનિવરેચને) દાન કર્યું. એમાં પણુ એણે કરેલી કૃપા જ છે. એ વસ્તુ મુનિને આપી હોય તે આપનારની મહેરબાની થઇ, પણ એમાં લેનાર પેાતાને લાભ થયા તેના અહુકાર કે મદ કયા કારણે કરી શકે? વસ્તુતઃ એવી મહેરખાનીથી તેા જરા નગ્નપણું કે દીનતા લાવવી ઘટે, પણ સુચાગ્ય દાનને પાત્ર થવા માટે તેવી વસ્તુ મળી ગઈ તેના મઢ કરવા ન જ ઘટે. આ સાધુ-મુનિ મહારાજને લાગુ પડતી વાત ગૃહસ્થને પણ. લાગે છે. એને જે દાનમાં વસ્તુ મળે તે તેા આપનાર પોતાના પરભવ સુધારવા આપે છે. એવી રીતે લાભ થઈ જાય તેને મદ કરવા કેમ યેાગ્ય ગણાય? અને એમાં ખૂખી હોય તા પારકા મહેરબાની કરનારની છે. તે મેળવવાના લાભ માટે તારે મદ્ય શેના અને શા માટે કરવા ઘટે? તને તે। વસ્તુ દાનમાં મળી છે, તે તે મેળવવામાં કે તે માટેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org