________________
પ્રશમરતિ વિવેચન સહિત અભિમાન કે ફાંકો રાખે છે અને નજર ટૂંકી હોવાથી માત્ર વર્તમાન પ્રાપ્તિ ઉપર જ નજર રાખે છે.
સમુદ્રવાયસ–સમુદ્રમાં વસનાર કાગડે. સમુંદ્રાવાયસને વિનાશ કેવી રીતે થાય તે પર આવી વાત છે. એક વખત કઈ મરી ગયેલ હાથીનું શરીર જોઈ, તેના માંસમાં આસક્ત બની, કઈ સમુદ્રકાંઠે વસનાર કાગડે તે હાથીના ગુદાદ્વારમાં પેઠે. સમુદ્રમાં હાથીનું શરીર તણાયું. સાથે તે પણ તણુ. પણ એને હાથીના માંસની લેલુપતા મટી નહિ. આ સમુદ્રકાગડે અંતે હાથીના અપાન દ્વારા બહાર નીકળે, પણ કોઈ ઠેકાણે બેસવા લાયક સ્થાન ન મળવાથી તે આખરે સમુદ્રમાં જ ડૂબી મૂઓ. આવી રીતે મેહને લીધે પ્રાણ હેરાન થઈ અદ્ધિગારવ, રસગારવ અથવા શાતાગારમાંથી કઈમાં અથવા સર્વેમાં લલચાઈ જઈ, જેમ તે આમિષને લાલચુ કાગડે સમુદ્રમાં ડૂબી મૂએ, તેમ જ તે સંસારસમુદ્રમાં ધકેલાઈ જાય છે. આવી રીતે સમુદ્રવાયસ જેમ માંસ ખાતર વિનાશ પામે તેમ માણસ મેહથી અજ્ઞાનને લીધે સંસાર સમુદ્રમાં ખડી મરે છે, અને અંતે તેને વિનાશ થાય છે.
વિનાશ–આ શબ્દ શુદ્ધ અર્થમાં અહીં વપરાયે નથી, પણ એક ખાડામાંથી બીજામાં પડવું અને એમ ને એમ સંસારમાં રખડવું તે આત્માને વિનાશ બરાબર છે, કારણ આત્મિક વિનાશ આ રીતે જ થાય છે. જે મેક્ષમાં જવા કરણી ન કરી શકે તે સંસારમાં ધકેલાઈ જાય અને તેને સમુદ્રને આરે ન દેખાય; તે વિનાશ તે નથી, પણ વિનાશ જેવું જ છે. આવી જાતના વિનાશને પ્રાણી સમુદ્રકાગડા જેમ વહોરી લે છે. જેવાં કર્મો કર્યા હોય તેવાં ભેગવવાં પડે છે. વિનાશને માર્ગે પડી સારા માર્ગની કે મોક્ષની આશા રાખવી તે વ્યર્થ છે, એ ખરે આત્માને વિનાશ જ છે. જેમ કાગડો અંતે ભરદરિયે મતને પામે છે તેમ મેહથી સાચી વાત ન સમજવાને કારણે પ્રાણ રખડે છે અને ટા મારે છે. એ વસ્તુતઃ તેને વિનાશ જ છે. (૭૬). આવા માણસેને વધારે શું થાય છે?
ते जात्यहेतुदृष्टान्तसिद्धमविरुद्धमजरमभयकरम् ।
सर्वज्ञवाग्रसायनमुपनीतं नाभिनन्दन्ति ॥७७॥ અર્થજાત્ય (શુદ્ધ, નિર્દોષ) હેતુ અને દાખલાથી સિદ્ધ, અવિરુદ્ધ (જેની વિરુદ્ધમાં કંઈ ન હોય તેવું), ઘરડું ન થાય તેવું, જરા પણ ભયને ન કરનાર એવું સર્વજ્ઞવચનરૂપી રસાયન તેઓની સામે હાજર હોવા છતાં તેને તેઓ આદરતા નથી. (૭૭)
વિવેચનઃ જાત્ય–શુદ્ધ, નિર્દોષ. હેતુ પક્ષની જાતની વસ્તુમાં હોય. એટલે એ જાતના બીજે કોઈ પણ સ્થાનકે તે ન હોય તેવું બને નહિ. દાખલા તરીકે મોરનું પીછું, તે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org