________________
કષાયો અને વિષયો
૧પ૩ પિતાના ખરા સ્થાયી આત્મહિતની નજરે ઠપકે સમજી એને લાભ લેવો જોઈએ અને પિતાની જાતને નસીબદાર માનવી જોઈએ કે આવા મીઠા ઠપકાને તે પાત્ર થશે. ઠપક્ષ માટે આ નસીબની વાત કરી નથી, પણ ગુરુમહારાજ એ પ્રસંગ લઈને મીઠો ઠપકે આપવા ઉદ્યક્ત થયા માટે પિતાની જાતને ભાગ્યશાળી ગણવી. આ ગુરુમહારાજના ઠપકાની વાત આ યુગમાં નહિ બેસે, પણ તે ઘણું ઉપયોગી અને સમજવા જેવી વાત છે. જેમાં આવી નમ્રતા અને ગુર્વાયત્તા આવી જાય તેમને રસ્તે સરળ અને માર્ગ ખાડાટેકરા વિનાને થઈ જાય છે. આવા શિષ્ય જે ગુરુમહારાજને વિનય કરે છે અને ગુરુ જે અહિત આચરણ માંથી શિષ્યને વારે છે, તે બન્ને ધન્ય છે. આ કડે ઠપકે ગુરુ જે પિતાતુલ્ય છે તે જ આપી શકે અને વિનયી શિષ્ય તેને મલયાચલના પવન જે ઠંડો ગણે અને પિતાનું અહેભાગ્ય માને. (૭૦)
ગુરુને બદલે આ સંવે અને પરભવે ન વળે– - दुष्प्रतिकारौ मातापितरौ स्वामी गुरुश्च लोकेऽस्मिन् ।
तत्र गुरुरिहामुत्र च सुदुष्करतरप्रतीकारः ॥७२॥ અથ–ઉપકારને બદલે માબાપ, શેઠ અને વડીલવર્ગને આ લેકમાં થો અશક્ય છે. તેમાં પણ ગુરુને બદલે તે આ ભવમાં અને ભવભવમાં વધારે મુશ્કેલ છે. (૭૧). " વિવેચન–પ્રતિકારી–આ ઉપકારનો બદલો આ ભવમાં ચારે માણસને વાળી આપ અશક્ય છે. આપણું ઉપર નાની વયે માબાપે આપણને પાળી પિોષી મોટા કર્યો અને ભણવ્યા તેને બદલે વાળી આપ તે અશક્ય વાત છે. આ ભવમાં એવો કોઈ પણ રસ્ત નથી કે માબાપ, ગુરુ અને શેઠે આપણા ઉપર તે વયે અને તે સમયે જે ઉપકાર કર્યો છે તેને બદલે વળી શકે. એમને પૈસા આપવાથી તે ગુણને બદલે વળે નહિ. - સ્વામી હરિભદ્રની ટીકા પ્રમાણે રાજા વગેરે આમાં સમાય છે. આપણને આ યુગમાં શેઠ લાગુ પડે છે. મીલમાં રોકનાર અને આપણને પગાર આપનાર આપણા શેઠ કહેવાય. પછી તે એજન્ટ હોય કે ધરણી હોય, પણ નેકરની નજરે તે શેક છે. જેની નોકરી કરવામાં આવે તે શેઠ, સ્વામી, પોષક કહેવાય. અત્યારે ગમે તે ખ્યાલે કરવામાં આવે પણ શેઠે તરફ આ ભાવ અસલ હતું, તે વિચારવા યોગ્ય છે. આપણી સર્વ આર્યસંસ્કૃતિ આ સેવ્ય અને સેવકના ધર્મમાં સમાયેલી છે. અત્યારને હડતાલને પવન અને આને મંગાવવાને પવન એ ધર્મ સાથે બંધબેસતું નથી. એના ઉપકારને બદલે આ ભવમાં ભળી શકાય તેવું નથી. આ ભાવને હાલ તુરત તે નાસી ગઈ હોય એમ દેખાય છે. પ્ર. ૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org