SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશમતિ વિવેચન સહિત પ્રાપ્ત થાય છે. એટલે ગુરુમહારાજ જે સર્વવિધાને ચરંભ કરનાર છે તેનું શાંત અને ટાટું વચન મલયાચલના પવન જેવું કંઠ સ્પર્શવાળું હોય છે. અહિત આચરણમાંથી આપણને રેનારું હોય તેથી આપણને તે કદાચ ન ગમે. પરંતુ મનમાં જાણવું જોઈએ કે એવા વચનને કાનને સ્પર્શ તે પણ મલયાચલના પવનના સ્પર્શ જે ઠંડો હોય છે, અને જે માણસનું ભાગ્ય હોય તેને જ તે વચન સાંભળવાની તક સાંપડે છે. એટલે પોતે વચન સાંભળતાં જરાયણ ગુસ્સે ન થવાં પિતાને ભાગ્યશાળી માની એવાં વચનને સ્પર્શ થવો તે મલયાચલના પવન જેવો મીઠે છે એમ ગણી ગુરુ સામા ન થતાં પોતે તેને (વચનને) અનુસરવું અને ગુરુ મહારાજ મારા ભાગ્ય એ વચન બોલ્યા છે એમ સમજવું. ગુરુમહારાજ તે દુનિયાના અને હિતાહિત કરનાર કામના દૂરંદેશીથી ફેસેલે કરનાર હોય છે. તેથી તેઓ ટાઢે ઠપકે આપે તે પણ સાંભળી લે, તે વચન પિત હિત કરનાર છે એમ તેમના અનુભવ ઉપરથી સમજી લેવું, વાંધા કે તકરાર કર્યા વગર તે વચનને અનુસરવું અને ગુરુમહારાજે અહિત થતું વારવાને જે ઉપદેશ આપે કે સૂચના કરી અથવા તાડના તર્જના કરી તે માટે પિતાને ભાગ્યદય સમજે. ગુરુમહારાજ તેવું વચન જ્યારે ત્યારે બોલે નહિ અને જેનું તેનું અહિતસમાચરણ રેકે નહિ. તેથી આ વાતની અથવા અમુક વાતની પ્રસિદ્ધિ તેઓએ શિષ્યના લાભ અથે જ આપી હશે એમ ધારી લઈ એવી વચનપ્રાપ્તિ માટે પોતાનું અહોભાગ્ય માનવું. - નિર્વાપી–આગને ઓલવવી તે. અહિત એટલે પરિણામે આત્માને અહિત કરનાર જે આચરણ છે તે, તે રૂપ અધમને ઓલવનાર એ ગુરુમહારાજનું વચન છે એ અર્થમાં તે સમજવું. જે શિષ્ય પિતાની એક્ષપ્રગતિ સાધવી હોય અને સંસારને રેગ મટાડે હોય તેણે ગુરુમહારાજનું વચન પિતાને પેટે માર્ગથી રેકનાર અને અહિત આચારમાંથી વારનાર છે એમ સમજવું. મલય–મલયાચલની લહેર. દક્ષિણ ભારતવર્ષમાં મદ્રાસ બાજુ જેણે મુસાફરી કરી હોય તે સમજી શકે. એ મલયાચલની લહેર ઠંડી હોય છે, તેમ ગુરુમહારાજ જે વચન બેલે તેને પિતાના કાન સાથે સંસ્પર્શ 63 હોય છે. ગુરુમહારાજે શિષ્યને નકામે ટક નહિ, પણ તે હિતથી ચાતરતે હોય અથવા અહિતમાં પ્રવૃત્ત થતું હોય તે પ્રસંગ લઈ તેને અટકાવ. ચંદન–સુખડ. એને સ્પર્શ છે હોય છે, ટાઢ હોય છે. એટલે ગુરુમહારાજ, શિષ્યને ટોકવા જન્મેલા નથી હોતા, પણ તેનું હિતાહિત સમજનારા હોય છે, અને તે મીઠો ઠપકો કઈવાર આપે તે પિતે નસીબદાર છે તેમ સમજી તે ઠપકો લેવો જોઈએ અને તેમની અનુભવી શિખામણને અનુસરવું જોઈએ. એને બદલે કેઈ અવિનીત શિષ્ય તે ગુરુમહારાજ ઉપર ગુસ્સે થઈ વાતાવરણને ગરમાગરમ કરી નાખે છે. એને બદલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy