________________
કષાયા અને વિષયા
૧૪૭
વણુ`ન આવશે. અહી' મનુષ્યભવ પામ્યાના ખરા લાભ લેવાને માટે તે ઘણા જ ઉપયેગી છે એમ બતાવ્યું છે.
અમે અમુક કુળના છીએ, અમારા આપદાદાએ દેશતેડાં કર્યા હતાં અને ઉઘાડી તાંખડીએ ઘી પીરસ્યા હતાં તે કુળમદ-જાતિમદ કેટલે નુકસાન કરનાર છે તે દાખલાઓ સાથે આપણે ૮૨-૮૩-૮૪ àાકમાં જોઇશું; અને ત્યારે એ સંસારમાં કેવા સાવનારો દુ`ણ છે અને પ્રાણીના હિતની આડે કેવા આવનાર છે તે આપણને સમજાશે.
અશ્વય —પ્રભુતા, શેઠાઈ. આ ઐશ્વના મદ છેવટે કેવા દુ:ખદાયી નીવડે છે તે હુવે પછી બતાવવામાં આવશે. (જુએ લેક ૯૩-૯૪ અને તે પરનું દૃષ્ટાંત). વાત એમ છે કે જરા સરખી પ્રભુતા-શેઠાઈ મળે ત્યાં આ પ્રાણી માટે થઈ જાય છે અને પોતાની શેઠાઈમાં મસ્ત બને છે. પણ એ એની શેઠાઇ કેવી રીતે નાશ પામી જાય છે તે આપણે તે શ્લાકોમાં જોઇશું. કોઇ વસ્તુ પોતાને પ્રાપ્ત થઇ ગઇ હોય તે તે વાતનું અભિમાન શિષ્ય ન રાખવુ જોઇએ. અભિમાન કરવાથી પાતાની જાતને કેટલું નુકસાન થાય છે અને પરિણામે મનખાદેહ નકામા બને છે અથવા વેડફી નંખાય છે તે સ હવે પછી જોવામાં આવશે. વિનયવાન, સમતાધારી માણસે પોતાની જાતને ઓળખી કોઈ વાતની ડેડાટી ન કરવી, તે વાતમાં પાતે માટે છે એમ ન ધારવું, પણુ વિનયી અને શાંત થઈ પેાતાનું જે હાય તે ભાગવી લેવું અને ભવિષ્યમાં તે મળ્યા કરે તેવી ચાહના પણ ન કરવી, કારણ કે ચાહના કરવાથી જે ગુણુ થવાના હોય છે તે અટકી જાય છે અને અતે પોતાની જાતને સામાન્ય કક્ષામાં મૂકી દેવાય છે.
વચન~મધુરપણું વગેરેથી ખેલવુ કહેવુ' તે. જેને મધુર ગુણુ, સુસ્વર નામકમ પ્રાપ્ત હોય તે મધુરભાષી ગણાય છે અને તે એક લાભ છે. એથી ઘણા માણસની સભાનું મનરજન કરીને લોકોને પાતા તરફ ખેચી શકાય છે. આ સુસ્વર નામક એ પશુ સંપત્તિ છે, અને તે નસીબદાર માણસને મળે છે. એથી હજારેનાં કામ થયાં છે અને એ સંપત્તિ સાંપડી હોય તે ઘણી ઉપયાગી કાર્યકર નીવડે છે. એથી માણુસ લેાકપ્રિય થાય છે. આવી વચનલક્ષ્મી પ્રાપ્ત થયેલેા માણુસ જ્યારે વિનીત હાય છે અને શાંતરસથી રંગાયેલે હાય છે ત્યારે તેનામાં સેાનામાં સુગધ મળે છે, અને તેનુ વચન સ માન્ય રાખે છે.
યૌવન—જુવાની. એના મદ કરનાર અને ધનના મદ કરનારા અને ચમચમ ખૂટે ચાલનારા ઘણા જોયા છે અને તેમની જુવાની જતી જોઈ છે અને તેમને ભિખારી થતાં પશુ જોયા છે, એટલે એવી જુવાની કે ધનનું અભિમાન ન કરવું અને વિનયવાન, શાંત, ધીરગંભીર થવું. મનુષ્યજન્મ આત્મહિત સાધવા દ્વારા સફળ કરવાના આ ઉપદેશ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org