________________
૧૪૬
પ્રશમરતિ વિવેચન સહિત આગમને અભ્યાસ વિનીત શિષ્ય મેળવી શકે છે અને આપણે ઈરાદો આપણું સ્થાયી . હિત સાધવાને છે, તેથી આપણે ગુરુ પ્રત્યે વિનીત–વિવેકવાળા શિષ્ય બનીને તેમની પાસેથી શાસ્ત્રાભ્યાસ કરે. અભ્યાસની કેટલી આવશ્યક્તા છે તે આથી ધ્યાનમાં આવ્યું હશે. ખાસ અભ્યાસની જરૂર સ્થાયી હિત માટે છે. (૬૬) વિનયની મહત્તા વિશે વિશેષ વકતવ્ય
कुलरूपवचनयौवनधनमित्रैश्वर्यसंपदपि पुंसाम् । - विनयप्रशमविहीना न शोभते निर्जलेव नदी ॥६७॥ અથ–માણસ પાસે કુળ, રૂપ, વચન, જુવાની, ધન, મિત્ર અને પ્રભુતા વગેરે સંપત્તિ હેય પણ જે તેનામાં વિનય, વિવેક અને શાંતિ ન હોય–તે વગરને તે હોય તે પાણી વગરની નદીની પેઠે તે સંપત્તિ શેભતી નથી. (૬૭).
વિવેચન-કુ-રૂપ–વચન-ચૌવન–માણસ કુળવાન હોય, રૂપવાન હોય, વચનવાન હોય, જુવાનીમાં મસ્ત હોય, એને ધન, મિત્ર, ઐશ્વર્ય વગેરે મળેલાં હોય, પણ જે તે વિનય અને પ્રશમ એટલે વિવેક અને શાંતિ વગરને હોય તે ઉપર જણાવેલી સાતે ચીજ છતાં એ માણસ શેભતે નથી. જેમ નદી ગમે તેટલી મોટી હોય પણ જે તેમાં પાણી ન હોય તે તે શોભતી નથી, તેમ માણસ સારા કુળમાં જન્મેલ હોય, જાતે રૂપવાન હોય, અનેક વચન આપે તે હોય, પોતે જુવાન (સર્વશક્તિસંપન્ન) હોય, તેને મિત્રો પણ હોય અને તેને એશ્વર્ય સાંપડેલ હોય, પણ જે તેનામાં શાંતિ અને વિવેક અથવા વિનય - અને શાંતિ ન હોય તે તે શોભતું નથી. આ રીતે આઠ દસ્થાનના વિષયને ગ્રંથકર્તા પ્રસ્તુત કરે છે. આઠ મદસ્થાનેને આ પ્રકરણમાં લઈ આવી તે એક એકથી કેટલું નુકસાન થાય છે તે બતાવે છે અને તેને ધ્યાનમાં રાખી તેને ત્યાગ કરવા સૂચના કરે છે. આવી રીતે પિતાને મળેલ વસ્તુનું પણ અભિમાન ન કરવાની બાબત પ્રસ્તુત થાય છે. તે આખે મદસ્થાનેને પ્રશ્ન વિચારણય છે.
નિલા નદી-પાણી વગરની નદી. એને કાંઠે ઝાડની ઘટા હોય, એ સુંદર લહેર કરતી હોય, મોટો તટ હેય પણ પાણી વગર નદી જેમ શોભતી નથી તેમ ઐશ્વર્ય, કુળ, રૂ૫, વચન, યૌવન, ધન અને એશ્વર્યવાળો માણસ પણ વિનય અને શાંતિ વગર શોભતે નથી. અહીં ધન, કુળ, રૂપ, યૌવન, મિત્ર અને અશ્વર્યને ઝાડ સાથે સરખાવ્યા અને વિનય અને પ્રશમને જળ સાથે સરખાવ્યા. માણસને શોભવા માટે માણસાઈ જોઈએ. તે કાંઈ ધન, ઐશ્વર્ય કે યુવાનીથી આવતી નથી. માણસ ધન, ઐશ્વર્ય અથવા રૂપથી શોભતે નથી પણ માણસાઈના ગુણેથી શેભે છે. અહીં ધન, રૂપ અને એશ્વર્યને મહિમા એ છે કરી વિનય અને શાંતિને વખાણે છે. આ પ્રશમ અને વિનય પર આગળ જતાં આ ગ્રંથમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org