SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ પ્રશમરતિ વિવેચન સહિત સર્વ થાય છે છતાં કુટુંબી થઈ દરિદ્ર રહે છે તથા યશકીર્તિવાળે થતું નથી તે પણ માબાપને સંતાપને હેતુ થાય છે. આ સર્વ થતાં જે મૃત્યુને આધીન થાય છે તે તે પછી અપાર કષ્ટને આપે છે. આ પ્રમાણે જન્મથી પૂર્વે, જન્મથી તે મૃત્યુપર્યત અને મરણ સમયે અને પછી એમ સર્વકાળે પુત્ર કલેશ દુઃખને જ આપનાર છે, એ સિદ્ધ થાય છે. તે જ પ્રમાણે, સ્ત્રી જે ગવાસિષ્ઠમાં (વૈરાગ્યપ્રકરણ, સ્ત્રી જુગુપ્સા નામને ૨૧મે સર્ગ) માંડ્યાન્ટિવાયાહુ ચત્રોસેડરે ઈત્યાદિ કલેકથી કહ્યા પ્રમાણે અત્યંત દુર્ગધયુક્ત માંસની પુત્તલિકા રૂપ છે, તથા સ્નાયુ, અસ્થિ, રુધિર, મજજા વગેરેથી તથા નાનાવિધ ગ્રંથિથી જ ભરેલી છે, અર્થાત્ કોઈ પણ શુદ્ધ પદાર્થથી રહિત છે, તે પિતાની પ્રાપ્તિ પૂવે, પ્રાપ્ત થયા પછી અને મરણથી પતિને કેવળ દુઃખ આપનાર તથા પિતામાં મિથ્યા મેહ ઉપજાવી ખરી પરમાર્થથી તથા સંન્યાસરૂપ ઉચ્ચ આશ્રમથી ભ્રષ્ટ કરનાર છે. તે જ પ્રમાણે, ધન, ક્ષેત્ર વગેરે માટે પણ છે. એ પદાર્થો માટે કહ્યું છે કે નામને ફારસદૈવ પરિવારને ના તુ, fધાન શાળિઃ | એમની પ્રાપ્તિમાં નાનાવિધ અપાર સંકટ છે; પ્રાપ્ત થયા પછી પણ એ પિતાના રક્ષણ માટે રાત્રિદિવસ ચિંતા તથા રક્ષણના જવારૂપ નાનાવિધ કષ્ટ કરાવે છે, પિતાના વ્યવસમયે અસન્માર્ગે ન વ્યય થાય તેને માટે ચિંતાઓ કરાવે છે અને જે તે માગે વ્યય થાય છે તે તે પછી અસંખ્ય શાખાવાળા દુઃખવૃક્ષનું બીજ જ થાય છે, તેમ જ પ્રાણવાયુ, પૈસે અને મન સ્વભાવથી જ ચંચળ હેવાથી તથા આ પ્રવાહરૂપ સંસારમાં પડેલે કોઈ પણ પદાર્થ સદાકાળ એક સ્થળે સ્થિતિ કરીને રહે એ અસંભવ હોવાથી ચિત્તમાં અપરિમિત દુઃખ આપી અંતે એ ધન જાય છે. આ પ્રમાણે આદિ, મધ્ય અને અંતે ધન કેવળ દુઃખરૂપ જ છે અને પિતામાં આસક્તિ કરાવી દેવાણુ વગેરે બંધને ઉપજાવનાર છે. આ જ પ્રમાણે વિદ્યા, રૂપ, યશ વગેરે સર્વ પદાર્થો માટે જાય છે. તેમ જ અહંભાવે અધ્યાસને પામી દુઃખ અને કલેશના હેતુરૂપ થનાર જે પિતાને દેહ તે પણ સર્વ અનર્થનું મૂળ છે. તેથી દુષ્ટ પદાર્થો તે સર્વ દુઃખના જ આપનાર છે અને તેથી પ્રેમના પાત્ર નથી. હવે આનુગ્રવિક પદાર્થો લઈએ. એ વિષયેમાં સ્વર્ગાદિ લેક, વૈદેટ્સ અને પ્રકૃતિ લયપણું છે. ત્યાં સ્વર્ગાદિ લેક તે પ્રસિદ્ધ છે. વૈદેહ્ય એટલે વિદેહ થવું તે. જે ઉપાસનાના બળથી સ્થૂળ દેહ વિના માત્ર સૂક્ષ્મ દેહથી જ દિવ્ય ભેગોને ભેગવે છે તે વિદેહ કહેવાય છે. એ વિદેહ પુરુષે બ્રહ્માંડની અંદર જ રહીને દિવ્ય ભેગેને ભગવે છે જે એથી પણ બળવતી ઉપાસના કરીને અધિક બળયુક્ત છે તે આવરણસહિત બ્રહ્માંડથી બહાર જઈ ઘનાકાશરૂપ પ્રધાનમાં લીન થઈને રહે છે તથા વિદેહ વગેરે દેવેનું પણ શાસન કરનાર છે, તે પ્રકૃતિલીન કહેવાય છે. એ બેમાં ફેર એટલે છે કે વિદેહ પુરૂષો સાવરણ બ્રહ્માંડમાં રહેલા હોય છે અને પ્રકૃતિલીનની અપેક્ષાથી ન્યૂન ઐશ્વર્યવાળા હોય છે તથા મલિન વિષયને ભેગવે છે. પ્રકૃતિલય પુરુષે બ્રહ્માંડની મર્યાદાથી બહાર ગયેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy