________________
૧૩૦
પ્રશમરતિ વિવેચન સહિત વિચારણા અને ચિંતા થાય છે. એવો અપૂર્વ અવસર આવે તેને લાભ ન લે તે મૂખ માણસ મનખાદેહ પૂરે કરે છે અને આવ્યું તેવો ને તે ચાલે જાય છે. બાર ભાવના (અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિ, આશ્રવ, સંવર, નિર્જ, લેકસ્વભાવ, બેધિદુર્લભત્વ અને ધર્મ સ્વાખ્યાતત્વ માટે જુઓ મારું લખેલું શ્રી વિનયવિજયજી કૃત શાંતસુધારસ.) બીજી પાંચ વ્રતની પચીશ ભાવનાને સાર અત્ર આપીએ છીએ.
૧. સ્વપરને કલેશ ન થાય તેવી રીતે યતનાપૂર્વક ગતિ કરવી તે ઈસમિતિ. મનને અશુભ ધ્યાનથી રેકી શુભ ધ્યાને લગાવવું તે મને ગુપ્તિ. વસ્તુનું ગષણ, તેનું ગ્રહણ કરવું કે તેને ઉપયોગ કરે એ ત્રણે પ્રકારની એષણમાં દેષ ન આવે તે માટે ઉપગ રાખવે તે એષણસમિતિ. વસ્તુને લેવા મૂકવામાં અવલોકન અને પ્રમાર્જન આદિ યતના રાખવી તે આદાનનિક્ષેપણસમિતિ. ખાવા-પીવાની વસ્તુ બરાબર જોઈ તપાસીને જ લેવી અને લીધા પછી તેવી જ રીતે અવલોકન કરી ખાવી કે પીવી તે આલોકિત પાનજન.
૨. વિચારપૂર્વક બોલવું તે અનુવીચિભાષણ. ક્રોધ, લેભ, ભય અને હાસ્યને ત્યાગ કરે, તે અનુક્રમે બાકીની ચારે ભાવનાઓ છે.
૩. બરાબર વિચાર કરીને વાપરવા માટે જોઈતા અવગ્રહ-સ્થાનની માગણી કરવી તે અનુવચિઅવગ્રહયાચન. રાજા, કુટુંબપતિ, શય્યાતર (જેની જગ્યા માગી લીધી હોય તે), સાધર્મિક આદિ અનેક પ્રકારના સ્વામીઓ સંભવે છે. તેમાંથી જે સ્વામી પાસેથી જે જે સ્થાન માંગવામાં વિશેષ ઔચિત્ય હોય, તે તે પાસેથી તે તે સ્થાન માંગવું તથા એકવાર આપીને માલિકે પાછાં લીધાં હોય છતાં રોગ આદિને કારણે ખાસ જરૂરી હોય તો તે સ્થાને તેના માલિક પાસેથી તેને કલેશ ન થાય તે માટે વારંવાર માંગીને લેવાં તે અભણાવગ્રહયાચન. માલિક પાસેથી માગતી વખતે જ અવગ્રહનું પરિમાણ નક્કી કરી દેવું, તે અવગ્રહાલધારણ કહેવાય છે. પોતાની પહેલાં બીજા સમાન ધર્મવાળાએ કઈ સ્થાન મેળવી લીધું હોય અને તે સ્થાનને ઉપયોગ કરવાનો પ્રસંગ આવે, તે તે સાધર્મિક પાસેથી જ તે સ્થાન માંગી લેવું, તે “સાધર્મિક પાસેથી અવગ્રહયાચન.” વિધિપૂર્વક અન્નપાનાદિ મેળવ્યા પછી ગુરુને બતાવી તેમની અનુજ્ઞા મેળવીને જ તેને ઉપયોગ કરે તે અનુજ્ઞાપિતભેજન.
. ૪. બ્રહ્મચારી પુરુષ કે સ્ત્રીએ પિતાથી વિજાતીય વ્યક્તિ દ્વારા લેવાયેલ શયન કે આસનને ત્યાગ કરે, તે સ્ત્રીપશુપંડકસેવિતશયનાસનવર્જન. બ્રહ્મચારીએ કામવર્ધક વાત ન કરવી તે રાગસંયુક્તકથાવર્જન. બ્રહ્મચારીએ પિતાનાથી વિજાતીય વ્યક્તિનાં કામદીપક અંગે ન જેવાં, તે મનેહરેન્દ્રિયાલેકવર્જન. બ્રહ્મચર્ય સ્વીકાર્યા પહેલાં જે ભોગ પિતે ભગવ્યા હોય તેમનું સ્મરણ ન કરવું, તે “પ્રથમના રતિવિલાસના સ્મરણનું વર્જન”. કામોદ્દીપક રસવાળાં ખાણીપીણ ત્યજવાં તે પ્રીતિરસજનવજન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org