________________
કામિકા અને વિષ શુભભાવનાથી રંગાઈ ગયેલા અને જિનસિદ્ધાંતમાં અરસપરસ ઉત્તરોત્તર વધારે ને વધારે ખનારને [શુભ વિચાણ થાય છે. (૧૨)
વિવેચન-અમૂળ એવાં પરિણામ જેમનાં અગાઉ કઈ ભરચાં ન થયા હોય તેવા માણસ શુભ વિચારણા થાય છે. શી વિચારણા થાય છે તે આગળ ચાસમી ક્યા પાંચમી ગાથામાં કહેવામાં આવશે. અપૂર્વ અધ્યવસાય તેને થાય છે—એમ કહેવાનું કારણ એ છે કે પૂર્વે કોઈ પણ કાળે જે તેવા અધ્યવસાય થયા હોય તે પ્રાણુ અહીં હે જ નહિ, એ તે યારને સે પહોંચી ગયું હોય. આ અપૂર્વ અધ્યવસાય અને પરિણામ થાય તે પણ અદ્ભુત વાવ છે, મહા પુણ્યની નિશાની છે, યુથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિફરણમાં જે અપૂર્વ શબ્દ આવે છે તે જ આ શબ્દ છે. અને આપણે એગ્ય સ્થાને આ અપૂર્વકરણને અર્થે વિચારીશું. ટૂંકમાં જે કરણ પછી તુરત જ સુપતિ થાય છે અને ગ્રંથિભેદ થાય છે તેને બીજુ અપૂર્વકરણ કહેવામાં આવે છે, એવા કરણની પ્રાપ્તિ જે તે પ્રાણીને થતી નથી. જ્યારે પ્રાણી હારમાં આવે, ત્યારે તેને સમકિત થાય છે. અને ત્યાર પછી તેના ભવ લેખામાં આવે છે. આટલા અનાદિકાળમાં થિભેદ થયે નહિ, કર્મવિભાગ પડ્યો નહિ અને આ વખતે થયે તેથી તેને અપૂર્વકરણ કહેવામાં આવે છે. અહી અપૂર્વકરણનું સામાન્ય સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. વિશેષ રૂધિવતે વિશેષ થી તે જાણી લેવું. અત્ર તે પ્રસ્તુત નથી, પણ તેમાં જે અપૂર્વ " શબ્દ આવ્યું છે તે ઉપયોગી છે. જેમ પ્રાણુ અનેક ભવ ગયા પછી અપૂર્વકરણ કરી તુરત સમ્યકત્વ પામે છે તે વાત પૂવે કોઈ કાળે થયેલી નથી, તેમ આવા પ્રકારના પરિણામ થવા અને આવી ચિંતાવિચારણું જાગ્રત થવી પણ અગાઉ કઈ કાળ થઈ ન હતી, તેથી તેમને અપૂર્વ કહેવામાં આવેલ છે. તેટલું જ તેમને અપૂર્વકરણ સાથે સામ્ય છે. જીવનમાં આ વખતે જ અપૂર્વકરણ થયું અને ગાંઠ તૂટી ગઈ, તેથી તેને જેમ અપૂર્વકરણ કહેવામાં આવે છે તેમ ધિલાવિચારણ આવી થઈ હોય તે તે ક્ષાભિમુખ બને છે. તેથી આ પરિણામધારાને અત્ર અપૂર્વ તરીકે વર્ણવેલ છે.
- શુભભાવના–અનિત્ય, અશરણાદિ બાર ભાવના અથવા મંત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યગ્ય એ ચાર ભાવના અથવા હવે પછી આ ગાથામાં જ કહેવામાં આવનાર છે તે પાંચ મહાવ્રતની પચીશ ભાવના ભાવનારને એટલે અપ્રમત્ત-અપ્રમાદી સાધુને આવી ચિંતાવિચારણા થાય છે. તેને કેવી વિચારણા થાય છે તે આ જ ગ્રંથના રસમા અને પાંસઠમા લેકમાં અસલ ગ્રંથકાર પતે કહેશે. જેણે આ ભવમાં શુદ્ધિ ખૂબ કરી હોય તેને જ અપૂર્વ પરિણામ થાય છે. આ અપૂર્વ પરિણામને પૂરતો લાભ લે એ પરમ સ્વાર્થ છે અને તેને સાધવામાં અને વિચારણા કરવામાં બધી રસ્તે લાભ જ છે. આ ભાવના ભાવીને મનને જેણે પવિત્ર કર્યું છે તેવા સયત પુરુષને જ હવે પછી કહેવામાં આવશે તેવી પ્ર. ૧૭
Jain Education International
For Private & Personal Use Only
- www.jainelibrary.org