________________
કવા અને વિષે નજરે જોવાની જરૂર પડતી નથી. ન તત્વનું જ્ઞાન થયેલું જણાયેલું હોય છે, આ લેકમાં વતતા સર્વ તત્ત્વનું સુંદર જ્ઞાન હોય છે અને તે જ જ્ઞાન સાચું છે એવી શ્રદ્ધા એને અંત:કરણથી પાકી થયેલી હોય છે. લકતત્વનું સ્વરૂપ તીર્થકરે બતાવ્યું છે. અને ગણધરે શાસ્ત્રમાં ગૂંથેલું છે અને ત્યાર પછીના મોટા આચાર્યોએ પ્રકરણબદ્ધ કરેલ છે, તે સર્વ તેણે જાણેલું હોય છે. આવું જ્ઞાન થવું એ સાધુ અને શ્રાવકને જ શક્ય છે. અહીં જે વિવક્ષા કરી છે તે સાધુ - અપ્રમાદી પતિ માટે હોય તેવું સંબંધ પરથી અનુમાન થાય છે.
- લોક–જીવ-અજીવને આધારનું ક્ષેત્ર. આ પ્રમાણે અર્થ હરિભદ્રસૂરિજીએ કરીને કોંસમાં મૂક્યો છે. તે અર્થ પણ વિચારણીય છે. જીવ અને અજીવનું આષારક્ષેત્ર ગણીએ કે ગમે તે ગણીએ પણ લેક્તત્વમાં એ સર્વને સમાવેશ છે, અને તેમાં જીવ અને અજીવ ઉપરાંત લેકની psychology (માનસશાસ્ત્ર), લેકની ભૂગોળ, લેકની ચર્યા, લેકજીવનની પદ્ધતિ વગેરે અનેક બાબતને સમાવેશ કરવામાં આવેલ છે, એ અર્થમાં લેક્તત્ત્વ શબ્દ મૂળ ગ્રંથકર્તાએ વાપર્યો છે એવી મારી સૂચના છે. એટલે લેકતત્વ જાણનારને એ સર્વ શાસ્ત્ર જણાયેલાં હોય છે.
અષ્ટાદશશીલસહસ–શિલાંગ એટલે વિશુદ્ધ વર્તનના અંગે, ચારિત્રની વર્તનાના વિશિષ્ટ અંગે. ત્રણ યુગ એટલે મનેગ, વચન અને કાગ. ત્રણ કરણ એટલે કરવું, કરાવવું અને અનુમોદવું. સંજ્ઞા ચાર છે–આહાર સંજ્ઞા, ભયસંજ્ઞા, પરિગ્રહસંજ્ઞા અને મિથુનસંજ્ઞા. ઇંદ્રિયે પાંચ છે–સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રેત્રેયિ. આરંભ પૃથ્વીકાયાદિક દશને થાય છે–પૃથ્વીકાયનો આરંભ, અખાયને આરંભ, તેજસ્કાયારંભ, વાયુકાયને આરંભ, વનસ્પતિનાથને આરંભ, કીન્દ્રિયજીવ સંબંધી આરંભ, - ત્રીન્દ્રિય જીવ સંબંધી આરંભ, ચતુરિન્દ્રિય જીવને અંગે થતે આરંભ અને પંચેન્દ્રિય
જીવને અંગે તે આરંભ તથા અજીવ(પદુગળ, જીવ વગરનાને અંગે તે આરંભ. તે ઉપરાંત દશ યતિધર્મો છે—ક્ષમા (ધત્યાગ), માર્દવ (માનત્યાગ), આર્જવ (માયાત્યાગ, શૌચ (લેભત્યાગ), તપ, સંયમ, સત્ય, ત્યાગ (સગુણપ્રદાન), અકિંચન્ય (મમત્વત્યાગ) અને બ્રહ્મચર્ય. આ પ્રમાણે વેગ ત્રણ, કરણ ત્રણ, સંજ્ઞા ચાર, પાંચ ઈદ્રિયે, દશ પ્રકારની આરંભ અને દશ યતિધર્મો એમ છ વિભાગ. તે પ્રત્યેકમાંથી એક એક આવે તેમ લે. દાખલા તરીકે, “મને કરી, આહારસંન્નારહિત થઈ, શ્રોત્રેન્દ્રિયને સંવર કરી, ક્ષમાયુક્ત રહી, પૃથ્વીકાયને આરંભ કરે નહિ.” આવી રીતે એક ભેદ થાય. હવે આ વાક્યમાંથી બીજું બધું કાયમ રાખી “ક્ષમાયુક્ત” ને બદલે માવયુકત' એમ શબ્દફેર કરવાથી બીજે ભેદ શીલાંગને થાય. નૈવી જ રીતે આજવયુક્ત” એ વાક્યમાં મૂકવાથી ત્રીજે શીલાંગને ભેદ થાય. દશ યતિધર્મને વારાફરતી ઉત્તરોત્તર લેતાં દશ વાક્યો થાય. આ
Jain Education International
.
.
.
For Private & Personal Use Only
www.jainelibrary.org