________________
૧૨૨
પ્રશમરતિ વિવેચન સહિત હોય. એ સામાયિકચારિત્રવાન પિતાના પૂર્વપર્યાયનો છેદ કરે અને શબ્દથી તથા અથથી નાનાપ્રકારપણું ભજે ત્યારે છેદેપસ્થાનીય ચારિત્ર તેને મળે. આ ચારિત્ર ગચ્છના અધિપતિ આપે છે અને તે વખતે પાંચ મહાવ્રત ઉચરાવે છે. ત્રીજું પરિહારવિશુદ્ધિ એક પ્રકારને તપ છે. એ તપ વિશુદ્ધિ કરાવનાર છે. એમાં ગચ્છમાંથી ચાર માણસ બહાર નીકળે છે અને ચાર તેની આસેવના કરે છે. આ છ મહિનાને આરે તપ કરે છે અને કુલ અક્ષર મહિના સુધી એ તપ ચાલે છે અને પરસ્પર વૈયાવર થાય છે. ચોથા સૂકમપરાય ચારિત્રમાં કષા તદ્દન નજીવા થઈ જાય છે. આ દેશમાં ગુણસ્થાનકની વાત છે અને કષાયવિજયને ઉત્કૃષ્ટ દાખલ પડે તેવી વાત છે. અને પાંચમું યથાખ્યાત ચારિત્ર શાસ્ત્રમાં કહ્યું છે તેવું અને કષાયને સર્વથા નાશ થાય તેવું ચારિત્ર છે, તેનું પ્રાપ્તિસ્થાન ચૌદમે ગુણઠાણે છે. આ રીતના ચારિત્રવાળે માણસ હોય તે ચારિત્રયુક્ત કહેવાય.
સ્વાધ્યાય–અભ્યાસ, વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા–એ પાંચ લક્ષણે યુક્ત હોય તેને સ્વાધ્યાય કહ્યો છે. આ સ્વાધ્યાય કરનાર માણસને વાંચવા સિવાય અન્યત્ર કાંઈ ચેન પડતું નથી. એ તે વાંચ વાંચ કર્યા કરે છે. પૃચ્છનામાં પૂછે અને પરાવર્તનામાં વાંચેલાનું પુનરાવર્તન (revision) કર્યા કરે. એ કૅઈ વાત ભૂલે નહિ અને ભણેલાને વીસરે નહિ. [ અનુપ્રેક્ષા એટલે શબ્દપાઠ કે તેના અર્થનું મનન, ધર્મકથા એટલે ધર્મકથન-ધર્મને ઉપદેશ.] આવી રીતે સ્વાધ્યાયમાં તે મોટા પૂર્વના કાળ નીકળી જાય તેની પણ તેને ખબર પડતી નથી. એ તે “જ્ઞાન ધ્યાન કિરિયા સાધતે, કાઢે પૂર્વના કાળ”—એટલે રાશી લાખ વર્ષને ચોરાશી રાશી લાખે બે વાર ગુણીએ ત્યારે એક પૂર્વ વર્ષો થાય, એવા રાશી લાખ પૂર્વનું આયુષ્ય હોય તે પણ તેને સ્વાધ્યાયને લઈને બધે સમય આનંદમાં નીકળી જાય છે. અને સમય-વખત કયાં ગયે તે તેને લાગતું નથી. એ તે સ્વાધ્યાયમાં યુક્ત રહીં કામ કરે છે.
ધ્યાન-ધર્મધ્યાન અને શુકલધ્યાન એ દરેકના ચાર ચાર ભેદ છે, બહુ સમજવા : રોગ્ય છે, આ ગ્રંથમાં આગળ જતાં આવશે. મારા “જૈન દૃષ્ટિએ યોગમાં એનું શાસ્ત્રીય વર્ણન કરવામાં આવ્યું છે અને ગશાસ્ત્ર” (હેમચંદ્રાચાર્ય કૃત) અને શુભચંદ્રાચાર્યના “જ્ઞાના વમાં એની વિગતે મળશે. આ ગ્રંથમાં જરૂર આગળ આવશે. આ જ્ઞાન, દર્શન, સવાધ્યાય અને ધ્યાનમાં જે પ્રાણી જોડાયે &ાય તે આ વિષયને અને તેમાં કારણિક રાગશ્રેષને સંયમ કરવા લાયક બને છે. આ કેવા પ્રકારને માણસ હોય તેની પ્રથમ વિગત થઈ.
આવા પ્રકારને ચારિત્રવાનું હોય, સભ્ય-શ્રદ્ધાવાન હોય, તપસ્યા કરતું હોય અને સ્વાધ્યાય જે આંતરિક તપ છે તે કરતે હોય. તેને જે વિચાર-ચિંતા થાય છે તે ત્રેસઠમા શ્લોકમા કહેશે અને શી વિચારણા થાય છે ત્યારપછીના બે કલેકમાં કહેશે. આ પછીના
મા શ્લેકમાં તે પ્રાણુ જેને વિચારણા થાય છે તે કે નિર્મળ ગુણવાળ હોય તેનું વિશેષ વિવેચન છે. (૫૯).
Jain Education International
For. Private & Personal Use Only
www.jainelibrary.org