________________
૧૧૬
પ્રશમરતિ વિવેચન સહિત રાગદ્વેષ–ઉપરના લેકેથી પ્રતીતિ થઈ હશે કે, પ્રાણ રાગદ્વેષ કરે છે તે કર્મબંધનું કારણ છે. સ્પશેન્દ્રિયને વિષય સ્પર્શ, રસનેન્દ્રિયને વાદ, ધ્રાણેન્દ્રિયને સુવાસ, ચક્ષુરિન્દ્રિયને દેખાવ અને શ્રોત્રને અવાજ તે પિતે કાંઈ ખેટાં નથી, પણ એ રાગદ્વેષ કરાવે છે. એટલે એના પર જે રાગદ્વેષ થાય તે કર્મબંધનાં કારણ બને છે. પ્રાણુની કલ્પના પ્રમાણે વિષય શુભ અથવા અશુભ, સારા અથવા ખરાબ તેને લાગે છે. એટલે એના તરફ જે રાગદ્વેષ હોય, તે પ્રમાણે તે સારા, અથવા ખરાબ લાગે છે. આ રીતે વિષય તરફ રાગદ્વેષ સારા ખરાબપણાનું કારણ છે અને એ વાત આપણે આ ગ્રંથના પૂર્વ ભાગમાં અને ખાસ કરીને ૫૦મી ગાથામાં જોઈ ગયા છીએ. એટલે રાગદ્વેષ સંસારમાં રખડાવનાર છે અને તેના પર સંયમ કર્યો હોય અને સ્થિતિ એવી બનાવી હોય કે વિષ તરફે રાગ અથવા શ્વેષ ન થાય તે કર્મબંધન સર્વ દૂર થાય છે અને આપણા જીવનનું મનેયત્ન ખુલાસાવાર સાબિત થાય છે. પછી રાગદ્વેષ જાય એટલે આપણે કાંઈ કરવાપણું રહેતું નથી. માટે આ કર્મબંધનાં કારણે રાગદ્વેષ પર સંયમ રાખવે, સંયમ કરે અને તે આપણને હુકમ કરે તેમ ન કરતાં, અથવા તેવું થવા ન દેતાં, આપણે તેમના પર સામ્રાજ્ય જમાવવું અને તે પર સંયમ ર. રાગને સિદ્ધાર્ષિગણિએ રાગકેસરીનું રૂપ આપ્યું છે અને દ્વેષને ઢેબરાજેન્દ્ર કહેવામાં આવ્યો છે. તેમનું અવરૂપ જાણું અને એ બંને નાના-મેટા ભાઈના ઉપર વિજય મેળવી, એમનાથી સ્વતંત્ર થવું અને એ પર સંયમ રાખવે, એ ઘણું મુશ્કેલ વાત છે, પણ તે જરૂરી છે. - મિથ્યાત્વ—મિથ્યાત્વના પાંચ પ્રકાર છે. જ્યાં સુધી આ પાંચ પ્રકારના મિથ્યાત્વ પર ત્યાગભાગ ન આવે, ત્યાં સુધી સંસાર ઘટતું નથી અને પ્રાણને અંત આવતું નથી અને તેને મોક્ષ થતો નથી. આ મિથ્યાત્વના પ્રકારે સમજીને તે પર વિજય મેળવ અને શુદ્ધ દેવ-ગુરુ-ધર્મ ઉપર શુદ્ધ શ્રદ્ધા રાખવી, એટલે કર્મબંધ મિથ્યાત્વ પૂરત ન થાય. મિથ્યાત્વ ઉપર સંયમ થવાથી કર્મબંધ ન જ થાય એમ સમજવું નહિ, પણ એ કર્મબંધનું અતિ અગત્યનું કારણ છે એટલે એક કર્મબંધનનું કારણ એ છું થયું એમ સમજવું. શુદ્ધ શ્રદ્ધાન પાસે મિથ્યાત્વ ટકતું નથી એટલા માટે શુદ્ધ દેવ-ગુરુ-ધર્મની પરીક્ષા કરી, તેમને સ્વીકારવા અને એકવાર સ્વીકાર્યા પછી તેમને કદી ન છેડવા. આ સમક્તિનું અને સમકિતીનું લક્ષણ છે અને તેમાં કોઈ જાતને અપવાદ નથી.
અવિરતિ–વિરતિભાવને ત્યાગ તે અવિરતિ છે. જ્યાં સુધી વ્રત પચ્ચખાણ લેવામાં ન આવે ત્યાં સુધી અવિરતિ છે અને વિરતિને – ત્યાગભાવને અભાવ એ કર્મ બધનું કારણ છે. પ્રાણુ બાર વ્રત ન લે તે બાર પ્રકારની અવિરતિ છે. નહિ તે અહીં બેઠા કે રહ્યા છતાં ક્ષીરસમુદ્ર કે આટલાંટિકના પાણીના વપરાશને દોષ પણ લાગે, એટલે તેને ત્યાગ – વિરતિ કરવી જોઈએ અને એ રીતે બધાનાં અનેક કર્મોને શમાવી દેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org