________________
૧૦૪
પ્રશમરતિ વિવેચન સહિત ગમે, તે આવતી કાલે તાવ આવે તે કંટાળેા આપનાર થઈ પડે છે અને કોઈ વિષય અશુભ હોય તે થાડા વખત ગયા પછી કાંઈ ક્રારણુ અને અને શુભ થઈ પડે છે; એટલે વિષયા તા પૌદ્ગલિક હાર્ટ, અશાશ્વત છે. તેથી ઊલટું જે વિષા આજે અશુભ-અકારાં લાગતાં હાય તે વખત જતાં કોઈ કારણ બનતાં શુભ થઈ જાય છે, સારાં લાગે છે, ગમે છે. એટલે ઇન્દ્રિયના વિષયે પોતે સારા કે ખરાબ નથી, પણ આપણું મન પ્રસંગ મળતાં સારું હોય તે ખરાબ થઈ જાય છે અને ખરાબ હાય તે વિષય પ્રત્યે મન સારું થઈ જાય છે. નિમે રાજિષને દાહવર થયા, તેને બૈરાંઓના હાથના અવાજ ન ગમ્યા, સ્ત્રીઓએ સૌભાગ્યકંકણુ માત્ર એક એક જ રાખ્યું, નમિ રાષિઁ થોડા વખત પછી પૂછે છે કે ‘ અવાજ કેમ બંધ થયા ?' એના કંકણના તે અવાજ હતો, માત્ર એક કંકણુ સ્ત્રીઓએ રાખ્યું છે, તેથી, નમિ રાષિને મેધ થયે કે એકલામાં જ—એકલાને જ સુખ છે; જેમ વધારે સખ્યામાં હોય ત્યાં ખડખડાટ જ છે. એ પ્રત્યેકબુદ્ધ નમિ રાજર્ષિ ઉદ્વેગ પામી સંસાર છેડી ચાલી નીકળ્યા અને એકતા જાતે અનુભવી. આવી વાત હોય તે બધી રીતે યાગ્ય છે. પાંચે ઇન્દ્રિયાને જે સુખા મળે, એટલે વેણુ, વીણા, મૃગના શ્રોત્રેન્દ્રિયને આનદ આવે અને મીઠા ભેાજનના રસનાને આનંદ આવે તે સુખ ક્ષણિક છે, તેમ જ શ્રી આદિકના સ્પર્શથી સ્પર્શેન્દ્રિયને સુખ થાય કે સુગંધી અત્તર, તેલથી ઘ્રાણેન્દ્રિયને સુખ થાય અથવા સુંદર વસ્તુ કે સિનેમાનાટક જોતાં ચક્ષુરિન્દ્રિયને સુખ થાય તે સ્થાયી સુખ નથી, અનિત્ય છે, ક્ષણિક છે, માટે એમાં કાંઈ સારાવાર્ટ નથી, અને એને સુખ માનવાની ભ્રમણામાં પડવા જેવું નથી. એ તો આજે જે સારું લાગતું હોય તે થાડા વખત પછી ખરાબ થઈ જાય. એટલે એ સુખથી લેવાઈ જવા જેવું નથી. તે જ પ્રમાણે અશુભ સુખ અથવા દુઃખ માટે સમજવું, તેને બદલાતાં વાર લાગતી નથી. વસ્તુતઃ સુખ મળે, ત્યારે પણ તે ક્ષણિક હાર્ટ નકામું નીવડે છે. આવા ઇન્દ્રિયના વિષય છે! એમાં સારાવાટ, સુખ જેવું લાગે ત્યારે પણ નથી અને દુઃખ આપે ત્યારે કચવાટ અને કકળાટના પાર નથી. એમાં શુભત્વ કે અશુભત્વ કાંઈ નથી, કારણ કે માન્યતાનું સુખ કે દુઃખ ક્ષણિક હાઈ, તે લાંખે વખત ટકતું નથી. પૌદ્ગલિક સર્વ વસ્તુનાં સુખદુઃખો આવાં છે. માટે દુઃખ આવે ત્યારે મુંઝવું નહિ અને સુખ આવે તેમાં લેપાવું નહિં, તેમાં આસકિત રાખવી નહુિ, પણ જે સંચાગમાં આપણે મૂકાયા હાર્ટએ તદનુસાર મળતાં સુખ અથવા દુઃખ ભોગવી લેવાં. (૪૯). વિષયાની શુભ-અશુભતાની કલ્પના—
कारणवशेन यद्यत् प्रयोजन जायते यथा यत्र । तेन तथा तं विषयं शुभमशुभं वा प्रकल्पयति ॥५०॥ અર્થકારણને વશ હાવાથી જ્યાં અને જેમ પ્રયાજન થાય છે, તે વડે તે વિષયાને પણ તે ( પ્રાણી ) સારા અથવા ખરામ કલ્પી લે છે. (૫૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org