SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશમરતિ વિવેચન સહિત વર્તન ન હોવાથી તે પિસાય છે, એની ચેષ્ટા અંતે ફળ આપનારી છે અને એનાં અઢારે પાપસ્થાનકે એને દાવાનળમાં નાંખનાર છે, એવું એ જાણે, છતાં પિતાની ખાતર કે પિતાનાની ખાતર એ વતન એવું કરે છે કે એ સંસારમાં પરિભ્રમણ કરે છે અને સાચી વાત કહેનારને તે સાંભળતું નથી, અને રેડિઆ ચોર પેઠે કાને આંગળાં ઘાલે છે. (૪૦) પાંચ ઈદ્રિયોથી થતી પીડા कलरिभितमधुरयान्धर्वतूर्ययोषिद्विभूषणरवाधैिः । श्रोत्रावबद्धहृदयो हरिण इव विनाशमुपयाति ॥४१॥ અથ–સુંદર અવાજ, તુર્ય તૂરી] નામના સંગીતના સાજ અથવા કાનને મધુર લાગતા અવાજથી અથવા સ્ત્રીના અવાજથી કે સ્ત્રીના આભૂષણના અવાજથી જે કાનને (શ્રવણેદ્રિયને) આસક્ત હૃદયવાળે થાય છે, તે હરણની પેઠે, પિતાને નાશ વહોરી લે છે. (૪૧) गतिविभ्रमेङ्गिताकारहास्यलीलाकटाक्षविक्षिप्तः । रूपावेशितचक्षुः शलभः इव विपद्यते विवशः ॥४२॥ અથ લાલિત્યપૂર્ણ ચાલ, સ્નેહપૂર્ણ દષ્ટિ, અને પાંગે, વિલાસી હાસ્ય અને નેત્રકટાક્ષોથી વનિતાના રૂપમાં આકર્ષાયેલ ચક્ષુવાળો માણસ પતંગની જેમ વિવશ થઈ નાશ પામે છે. (૪૨). स्नानाङ्गरागवर्तिकवर्णकधूपाधिवासपटवासैः । गन्धभ्रमितमनस्को मधुकर इव नाशमुपयाति ॥४३॥ અથ—અત્તરમિશ્રિત ખાનેદક, ચંદનાદિ વિલેપન, અગરબત્તીને અને કૃષ્ણગુરુને ધૂપ, પુષ્પ, સુગંધી ચૂર્ણ વગેરેની સુગંધથી મેહ પામેલા મનવાળો માણસ ભમરાની જેમ નાશ પામે છે. (૩) मिष्टानपानमांसौदनादिमधुररसविषयगृद्धात्मा । गलयंत्रपाशबद्धो मीन इव विनाशमुपयाति ॥४४॥ અર્થ—અત્યન્ત સ્વાદિષ્ટ અન, પાન, માંસ, ભાત વગેરે મધુર રસવાળા દ્રવ્યમાં લેભાયેલે માણસ, આંકડામાં ભરાવેલા માંસથી લેભાઈ આંકડામાં ફસાઈ ગયેલા માછલા જેમ નાશ પામે છે. (૪૪) . शयनासनसंबाधनसुरतस्नानानुलेपनासक्तः । . स्पर्शव्याकुलितमतिर्गनेन्द्र इव बध्यते मूढः ॥४५॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy