________________
કષાય અને વિષે નામકર્મની પ્રકૃતિ છે અને તેની સામે “અસ્થિર નામકર્મ' નામની પ્રકૃતિ છે, એમાં શરીરનાં અવય સરખા ન થાય, તે “અસ્થિર નામકર્મ કહેવાય છે. હવે દસમી બાદર પ્રકૃતિ “શુભનામકર્મ” નામની હોય છે, એમાં નાભિ ઉપરને શરીરને અરધે ભાગ સુંદર થાય છે. અને હાથને અડવાથી અવયવ ખરાબ ન લાગે, તે શુભ નામકર્મને ઉદય સમજવો. એનાથી ઊલટી પ્રકૃતિ “અશુભ નામકર્મ” નામની અગિરમી પ્રકૃતિ છે, એમાં નાભિની નીચેના અવયવ ઉપકારક હોય, તે પણ ખરાબ લાગે. એ પ્રકૃતિ ખરાબ છે અને પાપને સૂચવનારી છે. જીવ સર્વને પ્રીતિપાત્ર થાય–જો કે તેણે તેટલા માટે બીજા ઉપર કાંઈ ખાસ ઉપકાર કર્યો ન હોય–તે “સુભગ નામકર્મ” નામની બારમી નામકર્મની પ્રકૃતિ સમજવી. એનાથી ઊલટી “દુર્ભાગનામકર્મ” નામની પ્રકૃતિ છે, એ તેરમી પ્રકૃતિ છે.. એને ઉદય થાય ત્યારે ઉપકાર કરવા છતાં પણ છવ સર્વ મનુષ્યને પ્રિય ન થાય. એ રીતે તેર નામકર્મની પ્રકૃતિ થઈ. હવે ચૌદમી પ્રકૃતિ “સુસ્વર નામકર્મ”ના નામથી ઓળખાય છે. મધુર-મીઠો અવાજ, સર્વમાન્ય થઈ પડે તેવી પ્રિય પ્રાણની ભાષા થાય, તે ચૌદમી “સુવર નામકર્મ” પ્રકૃતિને ઉદય જાણો.. અને તેનાથી ઊલટી “દુસ્વર નામકર્મ” નામની પંદરમી પ્રકૃતિના ઉદયથી પ્રાણીને તદ્દન કર્કશ અને બીજાને અપ્રિય લાગે તે ખરાબ અવાજ મળે. એ જાહેરમાં ભાષણ કરે તે લેકો ટપોટપ ઊઠી જાય અને એની ભાષા કોઈને ગમે નહિ, તે “દુસ્વર” નામની પંદરમી પ્રકૃતિ સમજવી. અપર્યાપ્તિ અવસ્થામાં કાળ કરે, તે સોળમી અપર્યાપ્ત નામકર્મ' કહેવાય છે, અને પૂરી કરે ત્યારે તેને પર્યાપ્ત નામકર્મ” નામની પ્રકૃતિને ઉદય છે એમ જાણવું. વચન આદરણીય હોય અને નીવડે તે સત્તરમું “આદેય શુભનામકર્મ” સમજવું, અને તેનાથી ઊલટી અઢારમી “અનાદેયનામકર્મ” નામની પ્રકૃતિથી પ્રાણીનું વચન અનાદરણીય બને છે. એ જ્યાં જાય ત્યાં વચનને કારણે હાડહાડ થાય છે. પરદેશમાં યશકીર્તિ થવી તે ઓગણીશમું “યશકીર્તિનામકર્મ” બતાવે છે, અને તેનાથી ઊલટી “અયશકીર્તિ નામકર્મથી પ્રાણને અપયશ સાર્વત્રિક થાય છે. આ વીશ પ્રકૃતિમાં વીશ-(દશ સ્થાવર દશક અને દશ ત્રસ દશક) આવી ગયા. આ રીતે બેંતાળીશ પ્રકૃતિને મેળ મળે છે.
" આ પ્રમાણે બેંતાળીશ શબ્દ પર વિવેચન થયું. તેના (પિંડપ્રકૃતિના) પેટભેદ ગણુએ તે ૯૩ અથવા પંદર બંધનને ગણતાં ૧૦૩ ભેદ થાય અથવા કોઈ અપેક્ષાએ એના ૬૭ ભેદ પણ ગણી શકાય છે. બંધ અને ઉદયમાં આ ૬૭ પ્રકૃતિ ગણવામાં આવે, એમ સગવડ પડે છે, તેથી બીજા કર્મગ્રંથમાં તેમ ગણેલ છે. પુણ્યપ્રકૃતિના ૪૨ પ્રકાર છે અને પાપના ૮૨ છે. તે રીતે જોતાં નામકર્મની ૧૨૪ પ્રકૃતિ થાય, સત્તામાં પણ ૧૨૩ પ્રકૃતિ બીજા કર્મગ્રંથમાં ગણું છે. આપણે બેંતાળીશના આ વિવેચન પર આધાર
ખો. પ્રકૃતિના પટાભેદ વધારે-ઓછા થાય, તે અપેક્ષાએ ભેદ પડે છે. દાખલા તરીકે પુણ્યના કર અને પાપના ૮૨ પ્રકાર નવતત્વમાં ગણ્યા છે તે આ રીતેઃ છ શાતાદનીય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org