SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ છે કે ભગવતીની તે તે વસ્તુ સ્થાનાંગમાં સંગૃહીત કરવામાં આવી છે. સાધુસંધના આચારને લગતાં ઘણાં સૂત્ર સ્થાનાંત્રમાં એવાં છે જે શબ્દશઃ ભીન જૈનાચારપ્રતિપાદક આગમામાં ઉપલબ્ધ થાય છે. ખાસ કરી વ્યવહારસૂત્ર (પૃ॰ ૭૬૧, ૭૭૪, ૬૭૫ આદિ), બૃહત્કલ્પસૂત્ર (પૃ૦ ૭૭૮, ૭૮૨, આદિ), શાશ્રુતસ્કંધ (પૃ૦ ૭૮૬), નિશીથ (પૃ૦ ૭૮૦) આનિાં કેટલાંક સૂત્રો શબ્દશઃ આમાં લેવામાં આવ્યાં છે. એમ માનવાને કારણુ એ છે કે તે તે સૂત્રા તે તે ગ્રન્થમાં સુવ્યવસ્થિત છે, જ્યારે સ્થાનાંગમાં તે તેમના સંગ્રહ માત્ર સ ંખ્યાને ધ્યાનમાં લઇને કરવામાં આવ્યા છે. ૭૮૩, ૭૮૪ આવશ્યકનિયુક્તિમાં આવતી કેટલીક ગાથાઓ સ્થાનાંગમાં પણ જોવા મળે છે (પૃ॰ ૭૫૫ આદિ). પરંતુ તે ગાથાઓ આવશ્યકનિયુક્તિમાંથી આમાં લેવામાં આવી છે એમ માનવાને બદલે એમ માનવુ વધારે સ`ગત છે કે અન્યત્ર પ્રસિદ્ધ તેવી ગાથાઓને સંગ્રહ આવશ્યકનિયુકિત અને સ્થાનગાં બન્નેમાં થયે છે. આવશ્યકનિયુક્તિની બધી ગાથાએ આચાય ભદ્રબાહુએ જ રચી હોય એવા સભવ આહે છે. પ્રાચીન પર પરામાંથી ઘણી ગાથાઓ તેમણે એમ ને એમ લઈને પોતાની નિયુક્તિમાં સંગૃહીત કરી દીધી હાય એવા સભવ વધારે છે. અને એથી જ મૂલાચાર અને આવશ્યકનિયુક્તિમાં ઘણી ગાથાઓમાં સામ્ય આપણે જોઈ શકીએ છીએ. સ્થાનાંગમાં પ્રતિપાતિ એકેક વિષયનુ મૂલ સ્થાન શોધવુ એટલું જ નહિ પણ અન્ય આગમેામાં પણ કયાં કયાં તે તે છે તેની શેાધ કરવી આવશ્યક છે. અન્ય આગમામાં આવતા સરખા વિષયેાની સૂચના સહજભાવે શક હતી તે મેં ટિપ્પણામાં આપી છે, પણ તે અધૂરી જ છે. આને માટે આચાર્ય શ્રી આત્મારામજીના તત્ત્વાથ જૈનાગમ-સમન્વયની શૈલીથી સ્થાનાંગ સમવાયાંગ–જૈતાગમ–સમન્વય જેવા એક સ્વતંત્ર ગ્રન્થની આવશ્યકતા છે જ. અને તે કાય ઉક્ત આચાર્ય'શ્રી બહુ સુંદર રીતે પાર પાડી શકે તેમ છે. એ ઉપરાંત જૈનેતર ગ્રંથામાં પણ તે તે વિષયની શોધ કરવી આવશ્યક છે, મે બૌદ્ધ મૂળ ત્રિપિટકમાં આવતા કેટલાક સમાન વિષયેાની સૂચના ટિપ્પામાં આપી છે; પણ તે પણ અધૂરી જ છે. તેને પણ પૂરી કરવામાં બૌદ્ધ અદૃકથાએની તુલના કરવી આવશ્યક છે; અને વૈદિકવાડ્મયની તુલના પણુ જરૂરી છે. આ મહાકાય જો થાય, તેા જૈન, બૌદ્ધ અને વૈદિક પર પરામાં સાંસ્કૃતિક ઐકય કેટલા મોટા પ્રમાણમાં છે, તે આપણી સામે બહુ જ સુ ંદર રીતે ઉપસ્થિત ચાય એમ છે. Jain Education International For Private & Personal Use Only આવશ્યક છે; વિષયે આવે www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy