________________
પપ
ધ્યાનમાં લઈએ તે એમ કહી શકાય કે, આ ગ્રન્થની મૂળ સંલના ગમે તેટલી જૂની હોય અને અંતિમ સંસ્કરણું વલભી વાચનામાં થયું એમ મનાય છતાં આંતરિક પ્રમાણેને આધારે આની અંતિમ સંકલના વીર નિર્વાણ સંવત ૧૮૪માં થઈ; અગર તે આ ગ્રન્થ જે રૂપે અત્યારે મળે છે તેનું તેવું રૂપ તેને વારનિર્વાણ સંવત ૧૮૪માં મળ્યું. આનો અર્થ એટલે જ સમજવો જોઈએ કે તેમાં ૫૮૪ વી. નિ. પછી કશે જ ફેરફાર થયો નથી. તેની પ્રાથમિક સંક્લના સુધર્મા સ્વામીએ કરી એ પરંપરાને ટીકાકાર નોંધે છે અને તેને અપ્રામાણિક માનવાને કશું જ કારણ નથી. અને તેમની મૂળ સંકલનામાં સમયે સમયે ઉમેરણ થઈને તેનું અંતિમરૂપ વી. નિ. સવંત ૧૮ આસપાસ નિર્મિત થયું.
ઘરની સ્ત્રી ઃ સમવાયાંગમાં (સૂ૦ ૧૩૮) બાર અંગેનો પરિચય આપવામાં આવ્યું છે. તેમાં સ્થાનાંગને જે પરિચય છે તે પ્રસ્તુત પુસ્તકમાં સંગૃહીત છે જ (પૃ. ૨૩૫); એટલે તે આખે અહીં ઉતારવાની આવશ્યક્તા નથી. તેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, તેમાં એકવિધ, દિવિધ યાવત દશવિધ જીવ અને પુદ્દગલોનું વર્ણન છે અને લેકસ્થિતિનું પણું વર્ણન છે.” સમવાયાંગે સૂચવેલ શૈલી પ્રસ્તુત અંગ્રન્થમાં આદિથી અંત સુધી બરાબર જળવાઈ રહી છે. એટલે કે સંખ્યાના ક્રમે એકથી દશવિધ વસ્તુઓને આમાં સંગ્રહવામાં આવી છે. આ અંગગ્રસ્થમાં દશ અધ્યયને છે અને તે બધાને સ્થાન પણ કહેવામાં આવ્યાં છે. એકવિધથી દશવિધ વસ્તુઓને સંગ્રહ હોવાથી સામાન્ય રીતે આ આ ગ્રન્થ દશ પ્રકરણોમાં વહેંચાઈ જાય તે સ્વાભાવિક છે. દશ અધ્યયનમાંથી બીજાના ૪, ત્રીજાના ૪, ચોથાના જ અને પાંચમાના ૩ “ઉદેશ” નામે ઉપવિભાગે કરવામાં આવ્યા છે. બાકીનાં અધ્યયનના ઉપવિભાગ નથી. સ્થાનાંગનાં દશે અધ્યયને મળીને એક શ્રુતસ્કંધ આચારાંગ કે સૂત્રકૃતાંગની જેમ છે, એમ સમવાયાંગમાં કહ્યું? છે. એમાં એકાધિક શ્રુતસ્કંધ નથી. સમવાયાંગમાં સ્થાનાંગનાં પદોની સંખ્યા ૭૨ ૦૦ આપી છે; એટલે કે સુરાકૃતાંગથી બમણી મુદ્રિત પ્રતિમાં ગ્રન્થાત્ર ૩૭૦ ૦ છે એમ જણાવ્યું છે. પદથી શું વિવક્ષિત છે અને જેટલાં પદે સમવાયાંગમાં સ્થાનાંગતર્ગત બતાવ્યાં છે તે કેવી રીતે ગણવાં, તે વિષેનું સ્પષ્ટીકરણ સાધનાને અભાવે થઈ શકે તેમ નથી. પણ એટલું તે કહી શકાય છે કે, સમવાયંગમાં અંગગ્રન્થોનાં પદોની, આચારાંગનાં ૧૮૦૦૦ પદેથી ઉત્તરોત્તર બમણું બમણી સંખ્યા, સમવાયાંગ સુધીની આપવામાં આવી છે, તે વસ્તુસ્થિતિનું સામાન્ય સૂચન કરવા પૂરતી પણ સત્ય હશે કે કેમ તે પણ સંદિગ્ધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org