________________
૪૨
મળી રહે છે. એટલું જ નહીં પણ જૈન તત્વને દાર્શનિક જ્ઞાનના બળે સુનિશ્ચિતરૂપે સ્થિર કરવાનો પ્રયત્ન પણ તેમણે કર્યો છે. " હરિભદ્ર પછી શીલાંકરિએ દશમી શતીમાં સંસ્કૃત ટીકાઓની રચના કરી. શીલાંક પછી પ્રસિદ્ધ ટીકાકાર શાત્યાચાર્ય થયા. તેમણે ઉત્તરાધ્યયની બૃહટીકા લખી. આ પછી પ્રસિદ્ધ નવાંગી ટીકાકાર અભયદેવ થયા. એમનો જન્મ વિ. ૧૦૭૨ અને સ્વર્ગવાસ ૧૧૩૫ માં થયો છે. આ બન્ને ટીકાકારોએ પિતાથી પુર્વની ટીકાઓને ઉપયોગ તો કર્યો જ છે ઉપરાંત પિતાની તરફથી દાર્શનિક ચર્ચાઓ પણ કરી છે.
અહીં બારમી શતીના હૈમચન્દ્ર મલધારીને ઉલ્લેખ પણ જરૂરી છે. કિન્તુ સંસ્કૃત ટીકાકારોમાં સર્વશ્રેષ્ઠ સ્થાન તે મલયગિરિને આપવું જોઈએ, પ્રાંજલ ભાષામાં દાર્શનિક ચર્ચાથી પ્રચુર ટીકાઓ જેવી હોય તો મલયગિરિની ટીકાઓ જેવી જોઈએ. એમની ટીકા વાંચતા શુદ્ધ દાર્શનિક ગ્રન્થ વાંચવાને આનંદ મળે છે. જેનશાસ્ત્રની કર્મ, આચાર, ભૂગોળ, ખગોળ આદિ વિષયની ચર્ચા એટલી સ્પષ્ટરૂપે કરવામાં આવી છે કે પછી તે વિષે બીજુ જોવાની જરૂર રહેતી નથી. જેમ વાચસ્પતિ મિથે જે પણ દર્શન વિષે લખ્યું–તેમાં તન્મય થઈ લખ્યું તે જ પ્રકારે મલયગિરિએ પણ કર્યું છે. તેઓ આચાર્ય હેમચન્દ્રના સમકાલીન હતા. અતએ તેમને બારમી શતીના વિદ્વાન માનવા જોઈએ.
સંસ્કૃત-પ્રાકૃત ટીકાઓનું પરિમાણ ઘણું બધું મેટું હતું અને વિષયની ચર્ચા પણ ગહન–ગહનતર થવા માંડી હતી. આથી એ જરૂરી જણાયું કે આગમોની શબ્દાર્થ પરક ટીકાઓ રચવામાં આવે વળી સમયની ગતિએ પ્રાકૃત–સંસ્કૃત ભાષાઓને બોલચાલની ભાષામાંથી દૂર કરીને માત્ર સાહિત્યિક ભાષા બનાવી દીધી હતી એટલે તત્કાલીન અપભ્રંશ એટલે કે પ્રાચીન ગુજરાતી ભાષામાં બાલાવબોધોની રચના થવા માંડી. તેમને ‘ટબા' સંજ્ઞા આપવામાં આવી. આવા ટબાકારો ઘણા થયા છે પણ પાર્ધચંદ્ર ઉપરાંત ૧૮ મી સદીમાં થનાર ફેંકાગચ્છતા ધર્મસિંહ મુનિ વિશેષરૂપે ઉલ્લેખનીય છે, કારણ કે એમની દષ્ટિ પ્રાચીન ટીકાસંમત અર્થને બદલીને કેટલેક સ્થળે સ્વસંપ્રદાય સંમત અર્થ કરવાની રહી છે. એમને સંપ્રદાય મૂર્તિપૂજાના વિરોધમાં ઉસ્થિત થયે હતો.
(જેનાગમ' નામે હિન્દી પુસ્તિકા ઈ. ૧૯૪૭માં પ્રકાશિત થઈ. તેનું ગુજરાતી ભાષાંતર).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org