________________
૪oo.
હો તે વ્યવહારનયને છેડી શકતા નથી, કારણ વ્યવહારનયનો ત્યાગ કરવામાં આવે તો અવશ્ય તીર્થોચ્છેદ છે.
આ પ્રકારે તેમને ઘણું ઘણું સમજાવવામાં આવ્યા પણ તેઓએ પિતાને કદાગ્રહ છેડો નહિ એટલે તેમને સંઘથી બહિષ્કાર કરવામાં આવ્યો. પછી કમે કરી તેઓ રાજગૃહ ગયા ત્યારે મૌર્ય રાજા બલભદ્રે તેમને સન્માગમાં લાવવા એક યુક્તિ અજમાવી. તેમણે લશ્કરને હુકમ કર્યો કે તે સાધુઓને પકડીને મારી નાખે. ગભરાઈને તેઓ રાજાને કહેવા લાગ્યા કે રાજા, તું તો શ્રાવક છે અને અમે સાધુ છીએ તે તને આ શોભતું નથી. રાજાએ ઉત્તર આપે કે તમે તે અવ્યક્તવાદી છે. તમે કેવી રીતે નિર્ણય કર્યો કે હું શ્રાવક છું ? વળી, હું કેવી રીતે જાણું કે તમે ચેર નથી અને સાધુ છે ? આ સાંભળી તેઓને પોતાની ભૂલ સમજાઈ અને તેઓએ પુનઃ વંદના-વ્યવહાર શરૂ કર્યો.
–વિશેષા૦ ગા૨૩૫૬-૨૩૮૮ બાહ્ય ઉપકરણ અને બાહ્ય વંદન આદિ વ્યવહારવિધિ વિષે આક્ષેપ અને સમાધાન જે પ્રકારે આવશ્યકચૂણિ (ઉત્તરાધ પૃષ્ઠ ૨૯-૩૦)માં કરવામાં આવ્યાં છે તેની પણ અત્રે નોંધ લેવી જરૂરી છે--
વ્યવહારવિધિમાં અવિચક્ષણ શિષ્ય એવી શંકા કરી કે બાહ્ય ઉપકરણદિ વ્યવહાર છે તે અનૈકાંતિક છે એટલે તે મેક્ષમાં કારણ નથી. પણ આધ્યાત્મિક વિશદ્ધિ જ મોક્ષમાં કારણ છે; માટે આધ્યાત્મિક વિશુદ્ધિ માટે પ્રયત્ન કરવો જોઈએ. બાહ્ય ઉપકરણ આદિ અનાવશ્યક છે. રાજા ભરત ચક્રવતીને કશા પણ રજોહરણાદિ ઉપકરણે હતા નહિ છતાં આત્મવિશુદ્ધિને કારણે મેક્ષ પામ્યા, તેમને બાહ્ય ઉપકરણોને અભાવ દોષકર કે ગુણકર ન થયો; અને બીજી બાજુ રાજા પ્રસન્નચંદ્ર સાધુવેશમાં હતા છતાં પણ નરકાગ્ય કમને બંધ કર્યો. આમાં પણ બાહ્ય ઉપકરણે તેમને કશા કામ આવ્યાં નહિ. તાત્પર્ય એમ થાય છે કે આંતરિક ઉપકરણ આત્મવિશુદ્ધિ એ જ મોક્ષને ઉપાય છે અને બાહ્ય રજોહરણાદિ નિરર્થક છે.
અને ગુરુ ઉત્તર આપે છે કે વત્સ, ભરત અને એમના જેવા બીજા પ્રત્યેક બુદ્ધ હતા, અને તેમને જે બાહ્ય ઉપકરણે વિના લાભ મળે તે તે કદાચિત્ક છે. વળી તેમને પણ પૂર્વભવમાં આંતર બાહ્ય ઉપસંપદા હતી જ, તેમણે તેને કારણે જ આત્મવિશુદ્ધિ પ્રાપ્ત કરી હતી, માટે એમનું દૃષ્ટાંત આગળ કરીને બાહ્યાચાર-વ્યવહારનો લેપ કરવો ઉચિત નથી. અને જેઓ એમ કરે છે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org