________________
૩૨૯ નામનાં એકાWક નામની સંખ્યા જણાવવામાં આવે છે તેમાં તે તે મુખ્ય નામને ગણીને જ કુલ સંખ્યા જણાવાઈ છે, તેથી અહી અનુજ્ઞાનાં એકવીસ એકાઈંક નામોમાંથી અનુજ્ઞાને બાદ કરીને શેષ વીસ એકાWક નામો હોવાનું પ્રતિપાદન કરવું તે સમગ્ર પરંપરાથી ઉપરવટ થઈને કરવા જેવું છે. આથી જ શ્રીચંદ્રસૂરિજીનું તેવાં ઘરાનામર્થ: તwar માવાનોને આ વાક્ય સૂચક અને યથાર્થ લાગે છે.
સર્વ આગમોના અધ્યયનના પ્રારંભમાં જે પ્રકારે નંદીને મંગલ રૂપે ઉપયોગ કરવામાં આવે છે તે પ્રકારનું નંદીનું સંક્ષિપ્ત રૂપ યોગનંદીમાં આપવામાં આવ્યું છે. સાર એ છે કે જ્ઞાનના આભિનિધિક આદિ પાંચ પ્રકારે છે તેમાંથી માત્ર શ્રુતજ્ઞાનના ઉદ્દેશાદિ થાય છે, અર્થાત્ શ્રતનું જ અધ્યયન-અધ્યાપન થઈ શકે છે. અને શ્રુતમાં પણ જે શ્રુતના ઉદ્દેશાદિ કરવાના હોય તેને સંબંધ અંગપ્રવિષ્ટ કે અંગબાહ્ય સાથે બતાવીને તેના ઉદ્દેશાદિ થાય છે એમ સંબંધ જોડવામાં આવ્યા છે. આ પ્રસંગે આ રોગનંદીમાં પાંચ જ્ઞાનનાં નામ ગણાવી શ્રુતમાં-બાર આચારાદિ અંગો અને અંગઆહ્ય કાલિકમાં અંતર્ગત ઉત્તરાયયન આદિ ૩૯, ઉત્કાલિમ અંતર્ગત દશવૈકાલિક આદિ ૩૧ આવશ્યક વ્યતિરિક્ત અને સામાયિકાદિ ૬ આવશ્યક શ્રુતનો સમાવેશ છે, એમ નિર્દિષ્ટ છે. આ પ્રકારે યોગનંદી એટલે શ્રીદેવવાચકૃત નંદીસૂત્રનો સંક્ષેપ.
આ નંદીમાં યોગશબ્દ પ્રારંભમાં મૂકવામાં આવ્યો છે અને તેને યોગનંદી એવું જે નામ આપવામાં આવ્યું છે તેનું કારણ એ છે કે શ્રુતના અભ્યાસને પ્રારંભ યુગ વિના એટલે કે તપસ્યા વિના થતું નથી. એટલે શ્રત નિમિત્તે જે
ગવિધિ કરવાની હોય છે તેના પ્રારંભમાં જ આ નંદીના પાકને ઉપયોગ થત હોઈ તેને યેગનંદી જેવું સાર્થક નામ આપવામાં આવ્યું છે.
નદીસૂત્રને આધાર
નદીસૂત્ર એ અંગબાહ્ય હોઈ તેની રચનાને આધાર તેથી પ્રાચીન અંગ અને અંગબાહ્ય ગ્રંથમાં શેધ રહ્યો. સ્થાનકવાસી વર્ધમાન જૈન સંધના આચાર્ય આત્મારામજીએ નંદીસૂત્રને હિંદી અનુવાદ પ્રકાશિત કર્યો છે. તેને અંતે તેમણે પરિશિષ્ટ ૧ માં નંદીપૂર્વના આગમોના પાઠ આપીને આધારભૂત સામગ્રીની નોંધ કરી છે એટલે તે વિષે અહીં વિશેષ લખવું નથી. તેમાં તેમણે સ્થાનાંગ, સમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org