SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ એટલા માટે કહેવાય છે કે આત્મા ન હોય તો એ ત્રણેની વિશિષ્ટ કિયા થઈ શકતી નથી. જૈન પરિભાષા પ્રમાણે એ ત્રણે પુગલમય છે અને પુદ્ગલને જે સામાન્ય વ્યાપાર ગતિ એ તે આત્મા વિના પણ તેમાં હોઈ શકે, પરંતુ જ્યારે પુદ્ગલે મનવચન-કાયરૂપે પરિણત થયા હોય છે ત્યારે તેમને આત્માના સહકારથી જે વિશિષ્ટ પ્રકારનો વ્યાપાર થાય છે, તે તે તે તે રૂપે અપરિણુતમાં સંભવે નહિ. વળી, પુદ્ગલને મન આદિ પરિણામ પણ આત્માના કમને જ આધીન છે. તેથી તેમના વ્યાપારને આત્મવ્યાપાર કહી શકાય છે. એ વ્યાપાર-પ્રયોગના ૧૫ ભેદ (૧૯૬૮) ને નિર્દેશ કરી સામાન્ય જીવમાં અને વિશેષ રૂપે ૨૪ દંડકમાં પ્રયોગની યોજના જણાવી છે (૧૦૬૯–૧૦૮૪). આ પેજનામાં અમુક પ્રયોગ હોય ત્યારે એની સાથે અન્ય કેટલા પ્રયોગ હોય એની પણ ભંગરચના કરી બતાવી છે. • વખંડાગમમાં પણ યોગના, પ્રજ્ઞાપનાની જેમ જ, પંદર ભેદો છે અને તેની રોજના જીવોને લગતાં માગણકારેને અવલંબી છે.–પુ૧, પુ. ૨૭૮થી. ખંડાગમમાં મન-વચન-કાય એ ત્રણ મૂળ ભેદોને “પ્રયોગમમાં સમાવેશ છે, પણ તેના ઉત્તર ભેદોની ગણના ધવલામાં છે.–૫૦ ૧૩, પૃ૦ ૪૩. પ્રયોગના પંદર ભેદ નીચે પ્રમાણે છે (૧૦૬૮) : ૧. સત્યમનઃપ્રયોગ. ૨. અસત્યમનઃપ્રયોગ. ૩. સત્ય–મૃષામનઃપ્રાગ. ૪. અસત્ય–મૃષામના પ્રયોગ. ૫-૮. એ જ પ્રમાણે વચનના પ્રયોગના ચાર ભેદ. ૯. દારિક શરીરકાયપ્રયોગ.૨ ૧૦. દારિકમિશ્રશરીરકાયપ્રગ. ૧૧. દિયશરીરકાયપ્રયોગ. ૧૨. વૈયિમિશ્રશરીરકાયપ્રયોગ. ૧૩. આહારકશરીરકાયપ્રગ. પખંડાગમમાં “કાયપ્રયોગમાં “શરીર પદ નથી. “ોરાન્ટિયાનો' એવા પાઠ છે. પખંડા પુ. ૧, પૃષ્ઠ ૨૮૧. વળી, મનના ચાર, વચનના ચાર અને કાયના સાત એમ ભેદો ગણાવ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy