SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. બધાય નારકો મરીને પંચેદિયતિયેચ થાય છે. અને સાતમી નરક સિવાયના નારકે મનુષ્ય પણ થાય છે. કઈ પણ નારક એકેન્દ્રિયથી ચતુરિન્દ્રિયવાળા થતા નથી. ૬. તેજ અને વાયુની બાબતમાં અન્ય પૃથ્વી આદિથી જુદી વાત છે. તેમાં માત્ર મનુષ્ય અને તિર્યંચમાંથી જન્મે છે. અને મારીને તેઓ મનુષ્ય થઈ શકતા નથી. ૭. મિથ્યાદષ્ટિ મનુષ્ય સહસ્ત્રારથી ઊચેના દેવલોકમાં જઈ શક્તા નથી. ૮. અસંયત અને સંયતાસંયત મનુષ્ય શૈવેયક અને અનુત્તરમાં જતા નથી. ૯. મનુષ્ય મરીને ચારેય ગતિમાં જઈ શકે છે, પણ સાતમીને જીવ મરીને મનુષ્ય થતું નથી. ૬. ‘૩ષzળr” –ઉતના એટલે કે જીવો મરીને ક્યાં જાય તેને વિચાર છઠ્ઠા ઠારમાં છે. પાંચમાં ઠારને ઉલટાવીને વાંચીએ તે આ છઠ્ઠા ઠારને વિષય સ્પષ્ટ થાય છે. પાંચમામાં છો ક્યાંથી આવે તે જણાવ્યું છે. તે ઉપરથી જ જીવો મરીને ક્યાં જાય છે તેનું પણ સ્પષ્ટીકરણ થઈ જ જાય છે. આથી આની જુદી સૂચી આપવાની જરૂર જણાતી નથી (૬૬૬-૬૭૬). ૭. “ઘરમવિયાડ' અર્થત પરભવનું એટલે કે આગામી નવા ભવનું આયુ જીવ ક્યારે બાંધે છે, તેની ચર્ચા આ દ્વારમાં કરવામાં આવી છે. જીવે જે પ્રકારનું આયુ બાંધ્યું હોય તે જ પ્રકારનો નવો ભવ તે ધારણ કરે છે, તેથી જીવની ગતિ-આગતિની વિચારણું સાથે આ પ્રશ્નનો સંબંધ છે જ. તેનું નિરાકરણ આ દ્વારમાં કરવામાં આવ્યું છે. આયુના બે ભેદ છે : સોપકમ અને નિરુપમપ તેમાં દેવ અને નારકને તે નિરૂપમ જ આયુ હોય છે એટલે કે તેમને આકસ્મિક મૃત્યુ હોતું નથી. અને તેઓ આયુના છ માસ શેષ રહે છે ત્યારે નવા આગામી ભવનું આયુ બાંધે છે (૧૭૭, ૬૭૮, ૬૮૩). - એકેન્દ્રિયથી માંડીને ચતુરિન્દ્રિય સુધીના જીવોને ઉક્ત બન્ને પ્રકારના આયુ છે. નિરપક્રમ હોય તે આયુને તીજો ભાગ શેષ રહે ત્યારે પરભવનું આયુ બાંધે છે અને સેપકમ હોય તો ત્રિભાગ, ત્રિભાગને ત્રિભાગ કે વિભાગના વિભાગને ત્રિભાગ શેષ રહે ત્યારે પરભવનું આયુ બાંધે છે (૬૭૯, ૬૮૦). ૫. યોગસરા, ૩. ૨૨ અને તેનું ભાષ્ય જુઓ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy