________________
૧૧૩ છે. આ પરંપરસિદ્ધોના તો અનંત ભેદો થઈ શકે છે, કારણ, અનંત સમયથી સિદ્ધો થતા આવ્યા છે (સૂત્ર ૧૭).
અનન્તરસિદ્ધોને જે પંદર ભેદ (સૂત્ર ૧૬) ગણાવવામાં આવ્યા છે, તેથી એક બાબત સ્પષ્ટપણે સિદ્ધ થાય છે કે જીવ કેઈ પણ ગુરુના ઉપદેશ વિના પણ મુક્ત થઈ શકે છે. તેને વેશનું બંધન નથી, જાતિનું બંધન નથી; ગમે તે વેશમાં હોય તે પણ તે મુક્તિ પામી શકે છે. સ્ત્રી હોય કે પુરુષ જતિને હોય તે પણ મુક્તિ પામી શકે છે. જૈનધર્મનું આ તાત્ત્વિક સ્વરૂપ છે. ધર્મને કઈ નામ આપવામાં આપવામાં આવ્યું નથી કે અમુક ધર્મની શ્રદ્ધા હોય તે જ તેને મુક્તિ મળે, અન્યથા નહિ, એવું કોઈ બાધક તત્ત્વ આમાં નથી. જૈનધર્મની સ્થાપના થઈ. અર્થાત ભગવાન ઋષભદેવે તીર્થની સ્થાપના કરી, તે પહેલાં પણ જે સિદ્ધ થયા તે અતીર્થસિદ્ધ કહેવાયું છે. જેનધર્મમાં પ્રચલિત છે વેશ છે તે વિનાં પણ સિદ્ધ થનાર અન્યલિંગસિદ્ધ તરીકે માન્ય છે. વળી, સાધુનો વેશ સ્વીકાર્યો ન હોય અને ગૃહસ્થના વેશમાં રહ્યા હોય છતાં પણ સિદ્ધ થયા હોય તેમને હિસ્ટિંગ સિદ્ધ = હેસ્ટિાસિત્ર કહ્યા છે. આમ જૈનધર્મનું જે તાત્વિક સ્વરૂપ છે તે આથી ફલિત થાય છે.
જેનધર્મના મુખ્ય બે સંપ્રદાયો છે. તેમાં વેતાંબર સંપ્રદાય તો સ્ત્રીને પણ મોક્ષ માટે જ છે, પણ દિગબર સંપ્રદાય, નગ્નતાના આગ્રહને કારણે, સ્ત્રીના મોક્ષને નિષેધ કરવા લાગ્યો. આ નિષેધ પ્રારંભમાં હતો નહિ તેની સાક્ષી દિગંબર સંપ્રદાયના સિદ્ધાંતગ્રંથ પખંડાગમમાં છે. પરંતુ શ્વેતાંબર સાથેના વાદવિવાદને પરિણામે, વસ્ત્રના સદંતર અસ્વીકારના પરિણામ સ્વરૂપે, આચાર્ય, કંદ અને બીજાઓ સ્ત્રીમોક્ષનો નિષેધ કરવા લાગ્યા. પરિણામે પખંડાગમની ધવલા ટીકામાં તેનો પડઘો પડશે અને મૂળની વ્યાખ્યા જુદી જ રીતે થવા લાગી અને સામે પક્ષે સ્ત્રી મોક્ષનું સમર્થન પણ થવા લાગ્યું આચાર્ય મલયગિરિ પ્રસ્તુત સૂત્ર (સૂત્ર ૧૬)ની ટીકા (પત્ર ૨૦ વ) માં સ્ત્રી મોક્ષનું સમર્થન વિસ્તારથી કરે છે, કારણ, મૂળમાં રૂઢિrfઢા એવો એક ભેદ પણ સિદ્ધોનો બતાવવામાં આવ્યો છે. - પ્રસ્તુત પંદર ભેદમાં લઘુદ્ધિ, વધુઢઢિ અને યુદ્ધસિદ્ધ એવા ત્રણ ભેદો ઉલ્લેખ છે તેનું સ્પષ્ટીકરણ કરવું જરૂરી છે. નંદીચૂર્ણિને આધારે આચાર્ય મલયગિરિએ જે વિવરણ આપ્યું છે તેને સાર આ પ્રમાણે છે : સાંશુદ્ધ = સ્વયં બુદ્ધ તે છે, જેમાં કોઈ પણ બાહ્ય પ્રત્યય = કારણ વિના બધિને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org