SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ લાલભાઇ શેઠે તે મંજૂરી રદ કરાવી હતી. તેએ ગુજરાત કોલેજના ટ્રસ્ટી પણ હતા. શાળાઓ, પુસ્તકાલયા અને સામાજિક સંસ્થાએના પુરસ્કર્તા દાનવીર તરીકે તેમની સુવાસ ગુજરાતભરમાં ફેલાયેલી હતી. સરકારે તેમની સવાએની કદર રૂપે તેમને સરદારને ખિતાબ આપ્યા હતા. ૧૯૧૨ના જૂનની પાંચમી તારીખે એકાએક હૃદય બંધ પડવાથી ૪૯ વર્ષની વયે તેમનુ અવસાન થયેલું. લાલભાઈને સાત સંતાનેા હતાં. ત્રણ પુત્ર! અને ચાર પુત્રીઓ, સ્તૂરભાઈની પહેલાં એ બહેનેા, ડાહીબહેન અને માણેકબહેન અને એક ભાઈ, ચીમનભાઈ જન્મેલાં. તેમની પછી જન્મેલાં તે નરોત્તમભાઈ, કાન્તાબહેન અને લીલાવતીબહેન, પિતાના કડપ અને માતાના વાત્સલ્ય વચ્ચે સાતે સંતાનેાને ઉછેર થયા હતા. કસ્તૂરભાઈએ પ્રાથમિક શિક્ષણ ત્રણ દરવાજા પાસેની મ્યુનિસિપલ શાળા નં. ૮માં લીધું હતું. ૧૯૧૧માં આર. સી. હાઈસ્કૂલમાંથી તેઓ મેટ્રિકયુલેશન પરીક્ષામાં બીજા વર્ગમાં ઊ ંચે નંબરે પાસ થયેલા. તે વખતે આર. સી. હાઇસ્કૂલના હેડમાસ્તર કેન્દ્રેકટર તથા સાક્ષરશ્રી કેશવલાલ ધ્રુવને પ્રભાવ તેમના પર પડેલે. સ્વ. બલ્લુભાઈ ઠાકોર અને સ્વ. જીવણલાલ દીવાને સ્વદેશીની હીલચાલ શરૂ થતાં એ સરકારી શાળામાંથી રાજીનામુ` આપેલું. તે વખતે કસ્તૂરભાઈ અંગ્રેજી ચૌથા ધારણમાં હતા. મેટ્રિક પાસ થયા પછી તેઓ ગુજરાત કૉલેજમાં દાખલ થયા. પરંતુ તે પછી છ મહિનામાં પિતાનું અવસાન થતાં મિલના વહીવટમાં ભાઈને મદદ કરવા સારુ' તેમને ભણતર છેડવુ પડ્યુ. મઝિયારું' વહે...ચાતાં કુટુંબને ભાગે આવેલી રાયપુર મિલના વહીવટ કાકાની નિગેઝુબાની નીચે શરૂઆતમાં ચાલતા હતા. કસ્તૂરભાઈએ ટાઈમકીપરની, સ્ટારફીપરની અને રૂની ખરીદી અંગેની કામગીરી બજાવતાં બજાવતાં કાપડઉદ્યોગની જાણકારી મેળવી લીધી. પછી આપસૂઝ અને કુનેહથી મિલને વહીવટ એવી સુંદર રીતે કર્યો કે પ્રથમ પ્રયત્ન જ ઊંચી ગુણવત્તાવાળું કાપડ ઉત્પન્ન કરીને રાયપુર મિલને ભારતના નકશા પર મૂકી આપી. પછી તે! અશેક મિલ (૧૯૨૧), અરુણ મિલ (૧૯૨૮), અરવિંદ મિલ (૧૯૩૧), નૂતન મિલ (૧૯૩૨), અનિલ સ્ટાર્ચ (૧૯૩૭), ન્યૂકાટન મિલ (૧૯૩૭), નીલા પ્રોડકટ્સ (૧૯૪૪) અને એ સૌના શિરમેાર જેવા અતુલ સંકુલ (૧૯૫૦) : એમ તેમના ઉદ્યોગના ઉત્તરાત્તર વિકાસ થતા ગયા અને લાલભાઈ ગ્રુપ'ની ગણના દેશનાં અગ્રગણ્ય ઉદ્યોગગૃહમાં થઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy