________________
આદર્શ શિષ્ય, આદર્શ ગુરુ દ્વારા આત્મધર્મની વાત સમજવાનું એટલું સરળ અને સુગમ બનાવી દીધું હતું કે ભણેલા અને અભણ બધાંય એમની વાણીને મંત્રમુગ્ધ બનીને સાંભળતાં. એ વાણીમાં જાણે સમભાવ અને વાત્સલ્યની સરિતા જ વહેતી રહેતી. તેથી જ તે, ગમે તે નિમિત્ત, ભગવાનની નિર્મળ, સરળ, સુગમ, ધર્મવાણું સાંભળવાનું ગૌતમને જાણે ઘેલું લાગ્યું હતું. ગૌતમને જ્ઞાન પણ ઘણું હતું, અને વયમાં પણ તેઓ ભગવાનથી મેટા હતા. છતાં ભગવાનની આગળ તેઓ નાના બાળક જ બની જતા, પિતાની જાતને વીસરી જતા તથા પ્રભુમય બની જવામાં જ જીવનની ધન્યતા અનુભવતા.
ભગવાન તરફની ભક્તિની ગંગા તે જાણે ગૌતમના રેમ રેમમાં વહેતી હતી. એ માટે તેઓ, ભારંડ પક્ષીની જેમ, સદાય ખડે પગે તૈયાર રહેતા. ભગવાનની ભક્તિ અને ભગવાનના ધર્મશાસનની પ્રભાવના એ ગુરુ ગૌતમના જીવનને અને આનંદ હતે. પિતાની જીવનસાધના ઉપરાંત એમનો બધો સમય એ કાર્યને સમપિત થયે હતે, એટલું જ નહીં, એ એમની સાધનાનું એક મહત્ત્વનું અંગ જ હતું. તેથી જ તે એમને માટે આગમવાણુમાં કહેવામાં આવ્યું છે કે –
તે કાલે તે સમયે શ્રમણ ભગવંત મહાવીરની પાસે (બહુ દૂર પણ નહીં અને બહુ નિકટ પણ નહીં એ રીતે) ઊર્ધ્વ જાનુ– ઊભડક રહેલા, અધઃશિર-નીચે નમેલા મુખવાળા, અને ધ્યાનરૂપ કેષ્ઠમાં પ્રવિષ્ટ તેમના જયેષ્ઠ શિષ્ય ઈંદ્રભૂતિ નામના અણગાર-સાધુ સંયમ વડે અને તપ વડે આત્માને ભાવતા વિહરે છે–રહે છે.”
જેણે પિતાનું જીવન અને સર્વસ્વ પ્રભુચરણે સમર્પિત કર્યું હોય અને પોતાની જાતનું પ્રભુમાં વિલેપન કરવામાં જ મેજ અને કૃતકૃત્યતા માની હાય, એના તરફ પ્રભુને પણ એ જ આત્મીયતાભ ભાવ હોય એમાં શી નવાઈ ? આનું જ નામ દિલબર-દિલને સિદ્ધાંતઃ ભક્તિ વાવે તે ભાવના મળે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org