________________
w
આદર્શ શિષ્ય, આદર્શ ગુરુ
* શક્તિ મળે, સાથે સમર્પણભાવ મળે, એ મહાભાગ્ય સમજવું.
ગુરુ ગૌતમસ્વામીને આવું સદ્ભાગ્ય સાંપડયું હતું. સંસારનો ત્યાગ કર્યો એ ક્ષણથી જ તેઓ પોતાના ગુરુ ભગવાન મહાવીરને સર્વ ભાવે સમર્પિત થઈ ગયા હતા. ભગવાન મહાવીર કાયા હતા તે ગુરુ ગૌતમ એમની છાયા હતા. કાયાથી છાયા અળગી થાય તે જ ગૌતમ મહાવીરથી અળગા થઈ શકે. આટલી બધી એકરૂપતા એ બેની વચ્ચે પ્રવર્તતી હતી. એથી જ મહાવીર અને ગૌતમની જોડી યાદગાર અને અવિહડ ધર્મનેહના દાખલારૂપ લેખાઈ છે.
ગુરુ ગૌતમની નમ્રતા અને જિજ્ઞાસા તે જુઓ. પિતે ચાર જ્ઞાનના ધારક હતા, અનેક વિદ્યાઓના પારંગત હતા અને માતા સરસ્વતીના લાડકવાયા હતા, છતાં પોતાની જિજ્ઞાસા સંતોષવા, નવી વાતને જાણવા કે પોતાની શંકાઓનું નિવારણ કરવા, પિતાના પાંડિત્યને ઉપયોગ કરવાને બદલે, ભગવાન મહાવીરને જ તેઓ પ્રશ્ન પૂછતા. નમ્રાતિનમ્ર બનીને જાણે તેઓ પિતાના જ્ઞાનને મહિમા વીસરી જ ગયા હતા.
પ્રશ્ન ના હોય કે મોટો, સરળ હોય કે મુશ્કેલ, આ લેક સંબંધી હોય કે પરલેક સંબંધી, વર્તમાન કાળનો હોય કે ભૂતભવિષ્યકાળને લગતે હેય, બીજાની જાત અંગેને હોય કે પિતાની જાત સંબંધી હોય-એકેએક બાબતમાં ભગવાનના શ્રીમુખથી સમાધાન મેળવવામાં જ ગૌતમ આનંદ અનુભવતા.
ભગવાને દેવભાષા (સંસ્કૃત)ના બદલે એ વખતે પ્રચલિત લેકભાષા (અર્ધમાગધી–પ્રાકૃત)ને આદર કરીને કથા-વાર્તાઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org