________________
સમર્પણ
જ્ઞાનના ઉપાસક પંડિત ઈંદ્રભૂતિ ગૌતમ વધુ જ્ઞાન મેળવીને અપૂર્વ આહલાદ અનુભવી રહ્યા. તેમાંય આ તે આત્મા સંબંધી -પિતાની જાતના સ્વરૂપ સંબંધી-જ્ઞાન હતું, એટલે તે ગૌતમનું રોમ રોમ પુલકિત થઈ ગયું. પોતે સેવેલ જ્ઞાનના ગુમાન માટે એમનું અંતર કઈક ભોંઠપ પણ અનુભવી રહ્યું.
આવું જ્ઞાન આપનાર ગુરુ કેવા જ્ઞાનના મહાસાગર, સમતાના સરેવર અને વાત્સલ્યભરી અહિંસાના વિશાળ વડલા સમાં હતા ! માગે તે આપવાની એમની શક્તિ હતી—જાણે કલ્પવૃક્ષ જ જોઈ લે!
આવું કલ્પવૃક્ષ પામ્યા પછી, એને તજીને બીજે જવાનું કેણુ વિચારે ભલા? ઉત્તમ ભાગ્યાગ અને ભવિતવ્યતાગ જાગી ઊઠડ્યો હોય તે જ આ અવસર મળે—ઇંદ્રભૂતિ ગૌતમ સદાને માટે સર્વજ્ઞ, સર્વદશી, સમભાવી ભગવાનના ચરણોમાં જ રહી જવાનું વિચારી રહ્યા.
એમણે કહ્યું: “ભગવાન, મારુ જ્ઞાન કેટલું અલ્પ છે, એનું મને આજે બરાબર ભાન થઈ ગયું છે. અને એ મારા ઉપર આપને મોટો ઉપકાર થયે. આપ જેવા મહાજ્ઞાનીના જ્ઞાનની ચકાસણી કરવાના મારા પ્રયત્ન માટે મને પોતાને જ હસવું આવે છે અને મનમાં પશ્ચાત્તાપ થાય છે કે અ૯પ જ્ઞાનના મોટા અભિમાનમાં હું આ શું કરી બેઠે! આપ તે સાચે જ, વિશ્વના બધા કાળના બધા ભાવના જાણકાર છે, સર્વજ્ઞ છે! ભગવાન, મારે આપનું પ્રવચન સાંભળવું છે. કૃપા કરી મને એ સાંભળવાન અને સમજવાને લાભ આપે.'
ભગવાને ક્ષમાભાવ ધારણ કરી પ્રસન્નતાપૂર્વક કહ્યું: “ગૌતમ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org