________________
સત્યને
જ્ય
શ્રમણ મહાવીર સર્વજ્ઞ? ન ભૂતે, ન ભવિષ્યતિ ! મારા બેઠા બીજે માનવી સર્વજ્ઞ હેય એ બને જ કેમ ? – પંડિત ઈંદ્રભૂતિનું અંતર એક જ મ્યાનમાં બે તલવારની બેચેની અનુભવી રહ્યું.
પણ જાણે એમના ચિત્ત જ એમને અંદરથી સમાધાન આપ્યું ઃ પાણીના પરપોટાને ફૂટતાં અને વાદળના છેતરામણું રંગેને ફિટાઈ જતાં કેટલી વાર ! જરા મહાવીર મારે સામનો તે કરી જુએ! ન જે હોય મેટો સર્વજ્ઞ!
અને છતાં એ સમાધાન પંડિત ઈન્દ્રભૂતિની અકળામણને ઓછી ન કરી શક્યું. અજબ, અકળ, અકથ્ય હતી એ અકળામણ
– જાણે કેઈ વિચિત્ર ભાવીના પડછાયા એ અકળામણમાં ડેકિયું કરી જતા હતા. અને હવે તે ઈન્દ્રભૂતિની અધીરાઈની હદ આવી ગઈ. એમને થયું, ક્યારે વાદ-વિવાદના સ્થાને પહોંચી જઉં અને ક્યારે મહાવીરનો પરાજય કરી મારી વિદ્યાનો જયજયકાર કરું ! હવે તે એમને માટે એક એક પળને વિલંબ આજે અસહ્ય બની રહ્યો હતે. આજે જાણે આ વિપ્રવરને પિતાની નામના, પ્રતિષ્ઠા અને વિદ્વત્તા હોડમાં મુકાઈ ગયેલી લાગી ! ગૌરવ વગરની જિંદગી શા કામની?
પોતાનું કામ ઝડપથી પૂરું કરવાની અધીરાઈ ઇન્દ્રભૂતિને એવી તે સતાવી રહી કે મહાવીર પાસે પહેચવાની ટૂંકી ધરતી એમને વધુ પડતી લાંબી ભાસવા લાગી અને પિતાની વેગીલી ગતિ ધીમી દેખાવા લાગી ? કઈ રીતે આ વિજયયાત્રાને અંત આવે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org