________________
તે કાળે, તે સમયે એ મૂંગાં નિરપરાધ પશુઓના રુધિર-માંસને ભક્તજને પણ ઈષ્ટ દેવની પ્રસાદી તરીકે, ધર્મબુદ્ધિથી, વગર સં કે, આગતા! અને કેવળ પશુઓ જ શા માટે, ક્યારેક તે ખુદ માનવી પોતે પણ આવા અલિદાનને ભેગ બનતે. આખા વિશ્વને એક કુટુંબ માનવાનું ઉદુબેધન કરનાર ધર્મના પાયામાં જ જાણે છે લાગ્યું હતું પરિણામે ધર્મનું ખેમું ભલે જળવાઈ રહ્યું હોય, પણ એનું હાર્દ તે હરાઈ જ ગયું હતું.
પણુ ધર્મના નામે, હિંસક યા નિમિત્તે, આચરતી આ ક્રૂરતા એ પણ કંઈ અંતિમ ક્રૂરતા ન હતી; ધર્મના ચિત્ર-વિચિત્ર ખજાનામાં તે મોટા મોટા માનવસમૂહ પ્રત્યે, ઊંચનીચપણના નકલી ભેદભાવને નામે, આચરાતી આના કરતાં પણ વધુ વ્યાપક અને ઠંડી ક્રૂરતા ભરી હતી.
આ ઠંડી કરતા સચવાઈ રહી હતી સમાજના ઊજળા. ગણાતા વર્ગો અને વર્ણાશ્રમવ્યવસ્થામાં ઊંચા ગણાતા વણેના, હલકા-નીચા–શૂદ્ર ગણાતા જનસમૂહ પ્રત્યેના તથા સમગ્ર નારીવર્ગ પ્રત્યેના હીનતાભર્યા વિચારે અને વર્તનમાં. સમગ્ર જનસમાજના અર્ધા ભાગરૂપ નારી વર્ગ અને સમાજના મોટા ભાગરૂપ શૂદ્ર, દલિત-પતિત ગણાતે વર્ગ જાણે માણસ જ ન હોય, એ રીતે એના પ્રત્યેને વ્યવહાર માણસાઈ વગરને, નરી પશુતાથી ભરેલું હતું. આવી કારમી દયાહીનતાએ આવા વિશાળ માનવવર્ગ માટે જાણે ધરતી ઉપર જ નરક ખડું કરીને એમને પશુઓ કરતાં પણ વધારે ખરાબ જિંદગી જીવવાની ફરજ પાડી હતી !
આવા વિશાળ વર્ગને ધર્મમંદિરના દ્વારેથી જાકારે મળતું શાસ્ત્રોની ધર્મવાણી સાંભળવાને પણ એને અધિકાર ન હતું, એટલે પછી ધર્મશાસ્ત્રોને અભ્યાસ કરવાની તે વાત જ ક્યાં કરવી? ધર્મશાસ્ત્રોએ તે આ માટે છડેચોક પ્રતિબંધ જાહેર કરીને કહ્યું હતું કે સ્ત્રીઓને અને શુદ્રોને ભણવાને અધિકાર નથી!”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org