________________
મંગલમય વિભૂતિ
૧૭૧. એ મંગલમય વિભૂતિની ડીક કીર્તિગાથા વાંચીને પાવન થઈએ–
કવિવર શ્રી સૌભાગ્યવિજયજી “ગૌતમસ્વામીને છંદ”માં એમને મહિમા વર્ણવતાં કહે છે– દુષ્ટ દરે ટળે સ્વજન મેળે મળે, આધિ વ્યાધિ ને ઉપાધિ નાસે; ભૂતનાં પ્રેતનાં જોર ભાંજે વલી, ગૌતમ નામ જપતાં ઉલ્લાસે.
ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ “શ્રી ગણધરભાસ”ની રચના કરી છે. એમાં શ્રી સુધર્માસ્વામી સુધીના પાંચ ગણધરોની સ્તવના. કરતાં શ્રી ગૌતમસ્વામીની સ્તવના તેઓએ આ પ્રમાણે કરી છે–
સુરતરુ જાણું સેવિઓ, બીજા પરિહરિયા બાઉલિયા રે;
એ ગુરુ થિર સાયર સમો, બીજા તુરછ વહઈ વાહુલિયા રે.
ગૌતમસ્વામીના મોટા રાસના કર્તા ઉપાધ્યાય શ્રી વિનયપ્રભજી (શ્રી ઉદયવંત મુનિ) કહે છે–
જિમ સુરતરુવર સોહે શાખા, જિમ ઉત્તમ મુખ મધુરી ભાષા, જિમ વન કેતકી મહકાયૅ, જિમ ભૂમિપતિ ભૂયબલ ચમકે, જિમ જિનમંદિર ઘંટા રણકે, તિમ ગાયમ લધે ગહગલે એ.
ગૌતમસ્વામીના સ્તવનના રચયિતા વર્તમાન આચાર્ય શ્રી વિજયસુશીલસૂરિજી કહે છે –
ગૌતમસ્વામી જગગુરુ, ગુણગણને ભંડાર લાલ રે; અનંત લબ્ધિને એ ધણી, આપે અક્ષય સુખ અપાર લાલ રે.
શ્રાવક-કવિ શ્રી શાંતિદાસે ચેલ “ગૌતમસ્વામીને રાસ”. માંની એમને મહિમા વર્ણવતી વાણું વાંચીએ--
વૈરી મિત્ર જ સરીખાં થાય, ગૌતમ નામે પ્રણમે પાય; રાજ માને સહુ કે નમે, ગૌતમ નામ હૃદયમાં રમે. છછકાર સહુ કો કરે, બેલ્યુ વચન નવિ પાછું ફરે; કીર્તિલ જગ પ્રસરે બહુ, ગોતમ નામે છે એ સહુ.
આ સદીના વિદ્વાન મુનિવર સ્વ. શ્રી દર્શનવિજયજી (ત્રિપુટી)મહારાજ, “શ્રી ગૌતમસ્વામીનું સ્તવનમાં, કહે છે–
ગૌતમ નામેં ભવભીડ હરિયે, આત્મભાવ સંવરિયે; કર્મ જરીયે બાંધ્યા છૂટે, ઉત્તમ કુલ અવતરિયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org